Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalચીને ટિયાનાનમેન સ્ક્વેરમાં કોમ્યુનિસ્ટ-પાર્ટીના સ્થાપનાદિન ઉજવણી કરી

ચીને ટિયાનાનમેન સ્ક્વેરમાં કોમ્યુનિસ્ટ-પાર્ટીના સ્થાપનાદિન ઉજવણી કરી

બીજિંગઃ ચીનની સતારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપનાને 100મી વર્ષગાંઠના અવસરે ગુરુવારની સવારે રાજધાનીના કેન્દ્રમાં ટિયાનાનમેન સ્ક્વેરમાં ફાઇટર જેટ્સ વિમાનો અને હેલિકોપ્ટરોની ઉડાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ચોકથી એક ટેલિવિઝન સંબોધનમાં શીએ કહ્યું હતું કે ચીને શતાબ્દીમાં સમૃદ્ધ સમાજનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. ફોરબિડન સિટીના દક્ષિણના બેઠેલા રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સહિત રાષ્ટ્રના નેતાઓની નજર નીચે આશરે 30 વિમાનોએ 100 લોકોની સાથે આ ઉજવણીમાં ચિચિયારી પાડી હતી.

માઓ ઝેંદોગ પછી ચીનના સૌથી શક્તિશાળી નેતા શીએ કહ્યું હતું કે 100 વર્ષોમાં પાર્ટીનું મુખ્ય કામ રાષ્ટ્રના કાયાકલ્પનો હતો. ચીનના લોકોએ માત્ર જૂની દુનિયાને ખતમ કરી, પણ તેમણે એક નવા વિશ્વનું નિર્માણ પણ કર્યું છે. માત્ર સમાજવાદ જ ચીનને બચાવી શકે છે.

શી અને પાર્ટીએ ચીનને કોવિડ રોગચાળાના પ્રકોપમાંથી ઝડપથી બહાર કાઢ્યું છે અને વૈશ્વિક મંચ પર અડગ વલણ અપનાવ્યું છે. જોકે હોંગકોંગ મુદ્દે શી જિયાંગે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને વધતી વસતિ લાંબા સમયે આર્થિક વિકાસને ધીમો કરી શકે છે.

ચીનના લોકો ક્યારેય વિદેશી તાકાતને તેમને ધમકાવવાની, ઉત્પીડન કરવાની કે તેમને દબાવીને રાખવાની કે તેમને આધીન કરવાના પ્રયાસ કરે એને સાંખી નહીં લેવાય, જે પણ આવું કરવાના પ્રયાસ કરશે, તેમના શિરને 1.4 અબજ લોકો ધડથી અલગ કરી દેશે, એમ તેમણે કહ્યું હતું. ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી માઓ હેઠળ 1949માં સપ્તા પર આવી હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular