Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternational‘સ્વર્ગની સીડી’ ચઢનાર બ્રિટનની વ્યક્તિનું મોત

‘સ્વર્ગની સીડી’ ચઢનાર બ્રિટનની વ્યક્તિનું મોત

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા પર યુવકોના સ્ટંટ કરેલા વિડિયો વાઇરલ થતા રહે છે. આવામાં ઇન્સ્ટાગ્રામ પર ફેમસ ‘સ્વર્ગની સીડી’ ચઢનાર વ્યક્તિને જોખમીભર્યો સ્ટંટ કરવો ભારે પડ્યો છે. વાસ્તવમાં ‘સ્વર્ગની સીડી’ ચઢનાર બ્રિટનની વ્યક્તિ સીધો સ્વર્ગમાં પહોંચી ગઈ છે. Stairway To Heaven પર ચઢી રહેલી વ્યક્તિ આશરે 300 ફૂટ નીચે પડ્યો હતો અને એનું મોત થયું હતું.

એક અહેવાલ અનુસાર ઓસ્ટ્રેલિયાના પર્વત પર એક બહુ સાંકડી સીડી પર ચઢતા 90 મીટરથી વધુ ઊંચાઈથી નીચે પડ્યા પછી એક બ્રિટિશ પર્યટકનું મોત થયું છે. એ પોઇન્ટ ઇન્સ્ટાગ્રામ ફોટો લવર્સવાળા પર્યટકોની વચ્ચે બહુ જાણીતો છે. અહીં હવામાં લટકતી સીડીઓ છે, જેને સ્થાનિક લોકો ‘સ્વર્ગની સીડી’ પણ કહે છે. આ સીડીઓ સાલ્જબર્ગની બહાર ડેચસ્ટીન પર્વત તરફ જાય છે.

આ ઘટના 12 સપ્ટેમ્બરે બની હતી. 42 વર્ષીય બ્રિટનની એક વ્યક્તિ વિના ગાઇડ એકલા જ સીડી પર ચઢવા લાગી હતી. એ દરમ્યાન તે સીડી પરથી લપસી પડી હતી અને નીચે 300 ફૂટ ખીણમાં પડી હતી. જેનાથી તેનું મોત થયું હતું. આ દુર્ઘટના પછી પોલીસ અધિકારી અને બચાવ દળના બે હોલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં, પણ તે વ્યક્તિને બચાવી ના શકાઈ. જોકે ત્યાર બાદ તેનો મૃતદેહ ખીણમાંથી બહાર કઢાયો હતો.

‘સ્વર્ગની સીડી’ ઓસ્ટ્રેલિયાના સાલ્જકેમરગુટ રિસોર્ટમાં આવે છે. 43 મીટર ઊંચી ગગનચુંબી સીડી જમીનથી 700 મીટર ઉપર લટકેલી છે. એ સીડીઓ લોખંડ અને અન્ય મેટલ્સ અને કેબલથી બનાવવામાં આવી છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular