Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsInternationalટિપૂ સુલતાનની તલવાર બ્રિટન ભારતને પાછી આપશે

ટિપૂ સુલતાનની તલવાર બ્રિટન ભારતને પાછી આપશે

લંડનઃ અંગ્રેજોએ જ્યારે ભારતમાં રાજ કર્યું હતું એ વખતે ભારતમાંથી ચોરીને ઈંગ્લેન્ડ લઈ જવામાં આવેલા સાત શિલ્પ ભારત સરકારને પરત કરવાનો બ્રિટિશ સરકારે નિર્ણય લીધો છે. ગ્લાસગોના મ્યુઝિયમમાં રાખવામાં આવેલા આ ભારતીય શિલ્પ અને કલાકૃતિઓ ભારતને પરત કરવામાં આવશે. બ્રિટનસ્થિત ભારતીય હાઈ કમિશનરની ટીમ તથા કેલ્વિનગ્રોવ આર્ટ ગેલેરી વચ્ચે કરવામાં આવેલા એક કરારને પગલે આ પ્રાચીન ચીજવસ્તુઓ ભારતને પાછી કરવામાં આવનાર છે. આમાં દગડી શિલ્પ અને મૈસૂરના શાસક ટીપૂ સુલતાનની તલવારનો પણ સમાવેશ થાય છે. આ તલવાર હૈદરાબાદના મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી, પરંતુ 1905માં ત્યાંથી ચોરી લેવામાં આવી હતી.

19મી સદીમાં ભારતના વિવિધ મંદિરોમાંથી શિલ્પ અને કલાકૃતિઓ ચોરીને ઈંગ્લેન્ડ લઈ જવામાં આવી હતી. આમાંની અમુક પ્રાચીન ચીજવસ્તુઓ 1000 વર્ષ જેટલી જૂની છે. અંગ્રેજોએ ભારતમાં દોઢસો કરતાંય વધારે વર્ષો સુધી રાજ કર્યું હતું. ભારતને આઝાદી આપ્યા બાદ ભારતમાંથી અનેક મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ ચીજવસ્તુઓ ચોરીને ઈંગ્લેન્ડમાં લઈ જવામાં આવી હતી. એમાં દુનિયાના સૌથી મોટા અને મોંઘા કોહિનૂર હિરાનો પણ સમાવેશ થાય છે. અંગ્રેજો છત્રપતિ શિવાજી મહારાજની ભવાની તલવાર પણ ચોરી ગયા છે. હવે કોહિનૂર હિરો અને ભવાની તલવાર ભારતને ક્યારે પાછી મળે એની સૌ આતુરતાપૂર્વક રાહ જુએ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular