Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsInternationalઓમિક્રોન સામે હાલનાં બૂસ્ટર-ડોઝની ક્ષમતા વિશે ચેતવણી

ઓમિક્રોન સામે હાલનાં બૂસ્ટર-ડોઝની ક્ષમતા વિશે ચેતવણી

જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું છે કે હાલ દુનિયાભરમાં લોકોને અપાતી કોરોનાવાઈરસ-વિરોધી રસીઓને અપડેટ કરવાની જરૂર છે, નહીં તો એ ઓમિક્રોન સહિત નવા ઉભરતાં વેરિઅન્ટ્સ સામે રક્ષણ આપી નહીં શકે.

કોવિડ-19 રસીઓની રચના અંગે WHOના 18-મેડિકલ નિષ્ણાતોના બનેલા ટેકનિકલ સલાહકાર ગ્રુપ કહ્યું છે કે હાલની રસીઓ ગંભીર રોગ અને ચિંતાજનક વેરિઅન્ટ્સને કારણે થતા મૃત્યુ સામે ઉચ્ચ સ્તરનું રક્ષણ પૂરું પાડે છે, પરંતુ નવી રસીઓને એવી રીતે બનાવવાની જરૂર છે અને હાલની રસીઓને એવી રીતે અપડેટ કરવાની જરૂર છે કે તે વાઈરસના ચેપ અને ફેલાવાને રોકી શકે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular