Monday, May 19, 2025
Google search engine
HomeNewsInternationalચીનમાં ડિજિટલ યુઆનનો વપરાશ વધારવાના પ્રયાસઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો

ચીનમાં ડિજિટલ યુઆનનો વપરાશ વધારવાના પ્રયાસઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો

બીજિંગઃ કૉર્પોરેટ ક્લાયન્ટ્સ ચીનની સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (ડિજિટલ યુઆન)નો વપરાશ વધારે એ હેતુથી ચીનની કેન્દ્રીય બૅન્કે બીએનપી પારિબાની ચીની શાખા સાથે સહયોગ સાધ્યો છે. આ સહકારને પગલે બીએનપી પારિબામાં ખોલવામાં આવેલાં બૅન્ક એકાઉન્ટ સાથે ડિજિટલ યુઆનને સાંકળી લેવામાં આવશે.

બીજી બાજુ, આંતરરાષ્ટ્રીય પ્રોફેશનલ સર્વિસીસ કંપની ડેલોઇટે ગ્રાહકોની વેરિફિકેશનની પ્રક્રિયા ઝડપથી પાર પાડવા માટે બ્લોકચેઇન ટેક્નૉલૉજીનો ઉપયોગ શરૂ કર્યો છે. આ પ્રક્રિયા માટે ગ્રાહકો પોતાની ડિજિટલ ઓળખ સિંગલ વૉલેટમાં સાચવીને રાખી શકશે અને જરૂર પડ્યે એનો ઉપયોગ કરી શકશે.

ઉપરાંત, અમેરિકન સરકારે બ્લોકચેઇન તથા અન્ય નવી ટેક્નૉલૉજીઓ માટેનાં રાષ્ટ્રીય ધારાધોરણોની જાહેરાત કરી છે.

દરમિયાન, ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું. બિનાન્સે બિટકોઇનના ઉપાડનું વોલ્યુમ ઘણું વધી જવાને પગલે ઉપાડ કરવાનું બંધ કરાવી દીધું એની અસર માર્કેટ પર પડી છે.

3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.93 ટકા (755 પોઇન્ટ) ઘટીને 38,320 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,075 ખૂલીને 39,299ની ઉપલી અને 38,027 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી૧૫ના ઘટક કોઇનમાંથી એક્સઆરપી, શિબા ઇનુ, પોલકાડોટ અને અવાલાંશ ૩થી ૫ ટકાની રૅન્જમાં ઘટ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular