Saturday, May 24, 2025
Google search engine
HomeNewsBusinessમાઇક્રોસોફ્ટને ઘેરેઘેર પહોચાડનાર બિલ ગેટ્સે બોર્ડ છોડ્યું

માઇક્રોસોફ્ટને ઘેરેઘેર પહોચાડનાર બિલ ગેટ્સે બોર્ડ છોડ્યું

નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટ કોર્પના સહસંસ્થાપક બિલ ગેટ્સે કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમના જણાવ્યા મુજબ તેઓ હવે સામાજિક કાર્યો માટે સમય આપશે. તેમણે 1975માં કંપનીની સ્થાપના કરી હતી અને માઇક્રોસોફ્ટે સૌથી મોટી સોફ્ટવેર ડેવલપિંગ કંપની બનાવી હતી. બિલ ગેટ્સ 54 વર્ષના છે. અને પાછલા એક દાયકાથી તેઓ કંપનીની જવાબદારીઓ ઓછી કરવાના કામમાં લાગેલા હતા. તેઓ ત્યારે હાલના CEO સત્ય નડેલાના માર્ગદર્શક તરીકે ઉત્પાદકતા, હેલ્થ સોફ્ટવેર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રો પર કામ કરી રહ્યાં હતા. જોકે તેઓ આવું કરવાનું ચાલુ રાખશે.

તેમણે એક બ્લોગમાં લખ્યું હતું કે માઇક્રોસોફ્ટ મારા જીવનમાં એક મહત્ત્વનો હિસ્સો છે. કંપનીનું વિઝન નક્કી કરવામાં અને મહત્ત્વાકાંક્ષી લક્ષ્યો હાંસલ કરવામાં હું સત્યા અને ટેક્નિકલ લીડરશિપ સાથે કામ કરવાનું ચાલુ રાખીશ.

ગેટ્સના નેતૃત્વમાં માઇક્રોસોફ્ટ પર્સનલ કોમ્પ્યુટર ના શરૂઆતના દિવસોમાં બિઝનેસ અને હોમ મશીન માટે બેઝીક સોફ્ટવેરની સુવિધા આવતી કંપનીઓમાં વિશ્વની મુખ્ય સોફ્ટવેર કંપનીઓમાંની એક બની રહી.  વિશ્વના 10 શ્રીમંતોની યાદીમાં તેઓ સામેલ રહ્યા હતા. જોકે હવે તેઓ પરોપકારનાં કાર્યો કરશે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular