Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsInternationalકોરોનાઃ બીજિંગ અને નવી દિલ્હી એકબીજાની મદદમાં

કોરોનાઃ બીજિંગ અને નવી દિલ્હી એકબીજાની મદદમાં

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના સંકટમાં ભારત અને ચીનને એકમેકની નજીક લાવી દીધા છે. આ વાઇરસના શરૂઆતના કેસો ચીનમાં આવ્યા પછી ભારતે ગ્લોબમાસ્ટર વિમાનથી મેડિકલ સપ્લાય મોકલ્યો હતો. જોકે હવે બીજિંગ પણ એ જ રીતે નવી દિલ્હીની મદદ કરી રહ્યું છે. આ પહેલ માટે આગળ આવેલા ચીનના ઉદ્યોગપતિ જેકમા અલીબાબા ફાઉન્ડેશન દ્વારા ભારતને મેડિકલ સપ્લાય મોકલી રહ્યા છે. અત્યાર સુધી તેઓ મેડિકલ સપ્લાયનો ત્રીજો ફેરો મોકલી ચૂક્યો છે.

ભારત-ચીનની રાજકીય મિત્રતાની 70મી વર્ષગાંઠ

ભારત અને ચીન આ વર્ષે કૂટનીતિ મિત્રતાની 70મી વર્ષગાંઠ મનાવીન રહ્યા છે. ભારતમાં ચીની વિદેશપ્રધાન સુન વિડોંગે કોવિડ19 સામેના જંગમાં એકજૂટતાનું પ્રદર્શન કરતાં મોડી રાત્રે ટ્વીટ કર્યું હતું કે જૈક મા અને અલીબાબા ફાઉન્ડેશન દ્વારા ટેસ્ટ કિટના દાનનો ત્રીજો જથ્થો આજે રાતે દિલ્હી પહોંચી જશે અને IRCSને આપવામાં આવ્યો હતો. ભારત અને ચીનના લોકો વચ્ચેની એકજૂટતાથી કોરોના રોગચાળા સામેના પડકારોને પહોંચી વળાશે.  જોકે પહેલાં આ વર્ષગાંઠની ઉજવણી કરવાની હતી, એને કોરોનાને લીધે રદ કરવામાં આવી છે.

ભારત પણ ચીનની મદદ કરી ચૂક્યું છે

ભારતે કોરોના વાઇરસના પ્રારંભના પ્રસારના સમયે જ જાન્યુઆરીમાં પ્રતિબંધોમાં રાહત આપતાં ચીનને સીમિત મેડિકલ ઉપકકરણોની નિકાસને મંજૂરી આપી હતી. એ પછી ફેબ્રુઆરીમાં 15 ટન મેડિકલ સપ્લાય પણ ચીનને મોકલ્યો હતો. જ્યારે ભારતે વેન્ટિલેટરની જરૂર માટે ચીનનો સંપર્ક કર્યો ત્યારે એણે અસમર્થતા જાહેર કરી હતી. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે આ સમયે વિશ્વભરમાં વેન્ટિલેટરોની ભાર માગ છે. ચીન આ રોગચાળાના દોરમાં દબાણનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે ભારતને વેન્ટિલેટર આપવા ઇચ્છુક છીએ, પણ એને બનાવવા માટેના જરૂરી પુરજાની અછત છે અને એને આયાત કરવા પડશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular