Sunday, July 13, 2025
Google search engine
HomeNewsInternationalઈક્વેડોરમાં 3 જેલમાં ગેંગવોરઃ 75 કેદીનાં મરણ

ઈક્વેડોરમાં 3 જેલમાં ગેંગવોરઃ 75 કેદીનાં મરણ

ક્વિટોઃ દક્ષિણ અમેરિકી રાષ્ટ્ર ઈક્વેડોરમાં જુદી જુદી ત્રણ જેલમાં એક જ સમયે ફાટી નીકળેલી ગેંગવોરમાં ઓછામાં ઓછા 75 કેદીઓના મરણ થયા છે. કેદીઓની મારામારીમાં અનેક પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા છે. ગોયાક્વીલ શહેરની જેલમાં થયેલી મારામારીમાં 21 કેદી માર્યા ગયા છે. સુનેકા શહેરની જેલમાં 33 અને લાતાચૂંગા શહેરની જેલમાં થયેલી મારામારીમાં 8 કેદી માર્યા ગયા છે.

પ્રમુખ લેનિન મોરેનોએ હિંસાને ડામવા માટે લશ્કરી સૈનિકો અને રમખાણ-વિરોધી દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કેદીઓમાં આ ગેંગવોર મંગળવારે ફાટી નીકળી હતી. કહેવાય છે કે ગયા ડિસેમ્બરમાં એક ગેંગ લીડર મૃત્યુ પામ્યા બાદ જેલો પર અંકુશ મેળવવા માટે કેદીઓ વચ્ચે મારામારી ફાટી નીકળી છે. દેશના કુલ કેદીઓમાંના 70 ટકાને આ ત્રણ જેલમાં પૂરવામાં આવેલા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular