Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsInternationalએન્ટિવાઇરસ બનાવનાર જોન મેકફીનું સ્પેનની જેલમાં મોત

એન્ટિવાઇરસ બનાવનાર જોન મેકફીનું સ્પેનની જેલમાં મોત

નવી દિલ્હીઃ બ્રિટિશ-અમેરિકન એન્ટિવાઇરસ એન્ટરપ્રુનર અને મેકફી એસોસિયેટ્સના સ્થાપક સ્પેનિશની જેલમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. તેઓ સ્પેનની જેલમાં સજા ભોગવી રહ્યા હતા. ગયા વર્ષે તેમના પર અમેરિકામાં ટેક્સ-ચોરી અને છેતરપિંડીનો આરોપ હતો. તેમના પર કર-ચોરીના આરોપ પછી સ્પેનિશ જેલમાં પ્રત્યાર્પણની પ્રતીક્ષા કરતા હતા. તેઓ 75 વર્ષના હતા.

મેકફી બુધવારે બપોરે એક કલાકે બાર્સેલોનાની પાસે એક જેલની કોઠડીમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. કેટેલોનિયાના સુપિરિયર કોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ET અને મેડિકલ એક્ઝામિનર ઘટનાસ્થળે છે. તેમણે કહ્યું હતું કે તેના મોતનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

કેટેલોનિયા રિજિયોનલ સરકારના જસ્ટિસ વિભાગે કહ્યું હતું કે જેલના મેડિકલ કર્મચારીઓએ મેકફીને બચાવવાના પ્રયાસ કર્યા હતા, પણ એ તેઓ નિષ્ફળ રહ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બધા સંકેતો મેકફીએ આત્મહત્યા કરી હોવાનો ઇશારો કરતા હતા.

માડ્રિડમાં સ્પેનની નેશનલ કોર્ટના ત્રણ જજોની પેનલના ચુકાદા પછી મેકફીને અમેરિકામાં આરોપોનો સામનો કરવા બદલ પ્રત્યર્પણ કરી શકાય છે, એ છી તેમનું મૃત્યુ થયું હતું. કોર્ટના દસ્તાવેજો મુજબ એ ચુકાદાને એ જકોર્ટમાં જજીઝની એક મોટી પેનલમાં અપીલ કરી પડકારી શકાય એમ હતી.

મેકફીની અમેરિકામાં કરચોરીના આરોપમાં દોષી પુરવાર થતાં ઓક્ટોબરમાં સ્પેનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટના દસ્તાવેજો અનુસાર ક્રિપ્ટોકરન્સીને પ્રોત્સાહન આપવા, કન્સલ્ટિંગ કામ, સ્પિકિંગ એગેજમેન્ટ્સ અને પોતાની જીવનકથાને વેચવાના હકને વેચવા માટે 2014 અને 2018ની વચ્ચે લાખ્ખો ડોલરની આવકની કમાણી કરવા છતાં તે ચાર વર્ષ સુધી ટેક્સ ભરવામાં નિષ્ફળ રહ્યો હતો. સ્પેનિશ જજોએ 2016, 2017 અને 2018ના વર્ષોમાં કર આરોપોના સામો કરવા માટે પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular