Monday, July 7, 2025
Google search engine
HomeNewsInternationalઅમેરિકાએ વધુ એક ફ્લાઇંગ ઓબ્જેક્ટને તોડી પાડ્યું

અમેરિકાએ વધુ એક ફ્લાઇંગ ઓબ્જેક્ટને તોડી પાડ્યું

વોશિંગ્ટનઃ અમેરિકાના આકાશમાં ફ્લાઇંગ ઓબ્જેક્ટ જોવાનો મામલો બંધ નથી થતો. અમેરિકામાં ગઈ કાલે એક વધુ ફ્લાઇંગ ઓબ્જેક્ટ તોડી પાડ્યું હતું. આ ફ્લાઇંગ ઓબ્જેક્ટ અમેરિકા-કેનેડા બોર્ડર ઉપર જોવા મળ્યું હતું, એમ અહેવાલ કહે છે. અમેરિકા સેનાના ફાઇટર જેટે રાષ્ટ્રપતિ જો બાઇડનના આદેશ પછી ફાઇટર જેટથી નિશાન બનાવ્યું હતું અને તોડી પાડ્યું હતું.

રિપબ્લિકન પ્રતિનિધિ જે બર્ગમેને પુષ્ટિ કરી હતી કે અમેરિકી સેનાએ હુરોન લેક ઉપર ફ્લાઇંગ ઓબ્જેક્ટને અમેરિકી સેનાએ નિષ્ક્રિય બનાવી છે. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે હું અમારા ફ્લાઇટલ પાઇલટો દ્વારા નિર્ણાયક કાર્યવાહીની પ્રશંસા કરું છું. એ અમેરિકી લોકો માટે જોખમ ઊભું કરી શકતું હતું.

અમેરિકા સેનાના ફાઇટર જેટે હુરોન ઝીલ પરના ફ્લાઇંગ ઓબ્જેક્ટને તોડી પાડ્યું હતું. રાષ્ટ્રપતિ જો બાઇડને સેનાને એને શૂટ કરવાનો આદેશ આપ્યો હતો, જે પછી એક f-16 લડાકુ વિમાનથી સાવચેતી રાખીને એને તોડી પાડવામાં આવ્યું હતું. એ 20,000 ફૂટની ઊંચાઈ પર હતું, જેનાથી કોમર્શિયલ એરક્રાફ્ટ માટે જોખમ ઊભું થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું. ઓબ્જેક્ટને અષ્ટકોણીય સ્વરૂપે જોવામાં આવ્યું હતું. જોકે એને જમીન પર કોઈ પણ ચીજવસ્તુ માટે સેનાનું જોખમ નહોતું માનવામાં આવ્યું, પણ એ અમેરિકાના નાગરિકો માટે જોખમ ઊભું કરી શકતું હતું.

ડેમોક્રેટ પ્રતિનિધિ એલિસા સ્લોટકિને ટ્વીટ કર્યું હતું કે અમેરિકી એર ફોર્સ શાનદાર કામ કર્યું છે. નેશનલ ગાર્ડ પાઇલટોએ ફ્લાઇંગ ઓબ્જેક્ટને તોડી પાડ્યું હતું.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular