Saturday, June 28, 2025
Google search engine
HomeNewsInternationalતાલિબાનને અફઘાન સરકાર તરફથી સત્તાની વહેંચણીની ઓફર

તાલિબાનને અફઘાન સરકાર તરફથી સત્તાની વહેંચણીની ઓફર

કાબુલઃ આંતરિક યુદ્ધને કારણે બરબાદ થઈ રહેલા અફઘાનિસ્તાનમાં લોહિયાળ સંઘર્ષનો અંત લાવવાના બદલામાં સત્તામાં ભાગીદારી કરવાનો સોદો કરવાની કતરમાં અફઘાનિસ્તાન સરકારના વાટાઘાટકારોએ તાલીબાન સંગઠનને ઓફર કરી છે. વાટાઘાટમાં સામેલ થયેલા એક સરકારી સૂત્રએ એએફપી સમાચાર સંસ્થાને આ વિશે જાણકારી આપી છે.

આ સૂત્રએ કહ્યું કે, હા, સરકારે મધ્યસ્થી કરતા કતરને એક પ્રસ્તાવ આપ્યો છે. આ પ્રસ્તાવ અનુસાર, તાલીબાન જો અફઘાનિસ્તાનમાં હિંસા બંધ કરી દે તો એના બદલામાં એમને સત્તામાં ભાગીદારી આપવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular