Thursday, May 22, 2025
Google search engine
HomeNewsInternationalઅમેરિકી વિદેશ વિભાગ લિફ્ટમાં ‘સ્વસ્તિક’ ચીતર્યાની તપાસ કરશે

અમેરિકી વિદેશ વિભાગ લિફ્ટમાં ‘સ્વસ્તિક’ ચીતર્યાની તપાસ કરશે

વોશિંગ્ટનઃ અમેરિકી વિદેશ વિભાગની લિફ્ટની દીવાલ પર એક ‘સ્વસ્તિક’ દોર્યું હોવાનું ધ્યાનમાં આવતાં પ્રવકતાએ કહ્યું હતું કે આ બાબતની તપાસ કરવામાં આવી હતી. એ ‘સ્વસ્તિક’ સોમવારે મોડી રાત્રે ચીતરાયાનું ધ્યાનમાં આવ્યું હતું, એમ વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું અને વિદેશપ્રધાન એન્ટની બ્લિંકને આ ઘટના વિશે કર્મચારીઓને સંબોધન કર્યું હતું.

જોકે આ ‘સ્વસ્તિક’ને લિફ્ટની દીવાલ પરથી દૂર કરવામાં આવ્યું છે, પણ આ ઘટનાની તપાસ કરવામાં આવશે. સેક્રેટરીએ બધા કર્મચારીઓને સંદેશ આપ્યો હતો કે આ ઘટના સંપૂર્ણ રીતે નિંદનીય કૃત્ય છે. એને ફરી યાદ કરાવવું એ એન્ટિ-સેમિટિઝમ છે. વળી એન્ટિ-સેમિટિઝમનું અમેરિકામાં કોઈ સ્થાન નથી. અમેરિકામાં યહૂદીવિરોધીઓનું કોઈ સ્થાન નથી અને ખાસ કરીને વિદેશ વિભાગમાં એનું કોઈ સ્થાન નથી, એમ તેમણે કહ્યું હતું. વિદેશ વિભાગ યહૂદીવિરોધી કાર્ય કરનારને શોધવા એક વિશેષ વ્યક્તિની નિમણૂક કરવા પર કામ કરી રહ્યો છે. આ ઘટનાનો પોર્ટ સૌથી પહેલાં એક્સિઓસે કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિશેષ દૂતની ઓફિસની લિફ્ટમાં એક લિફ્ટમાં ‘સ્વસ્તિક’ ચીતરવામાં આવ્યું હતું.

ખરેખર તો ‘સ્વસ્તિક’ મૂળ રૂપે હિન્દુ ધાર્મિકનું પ્રતીક છે અને જર્મનીની નાઝી પાર્ટી દ્વારા અપનાવવામાં આવ્યું હતું, પણ પછી એક નફરતનું અને ઘૃણાનું પ્રતીક બની ગયું હતું.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular