Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsInternationalપાકિસ્તાનમાં ઇશનિંદા મામલે 75 જણની ધરપકડ

પાકિસ્તાનમાં ઇશનિંદા મામલે 75 જણની ધરપકડ

લાહોરઃ પાકિસ્તાનની પોલીસે પંજાબ પ્રાંતમાં ઇશનિંદાના આરોપમાં એક વ્યક્તિના અપહરણ અને એની હત્યા કર્યાના મામલે 75થી વધુ સંદિગ્ધોની ધરપકડ કરી છે. આ ધરપકડ કરવામાં આવેલા લોકોમાં કટ્ટરપંથી સંગઠન તહરિક લબૈક પાકિસ્તાન (TLP)ના સભ્યો પણ સામેલ છે. અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી હતી. આ ભીડના હુમલામાં માર્યા ગયેલા વારિસ અલી ઇસ્સા પહેલેથી પોલીસની હિરાસતમાં હતો. આ મામલે 800થી વધુ લોકોની સામે FIR નોંધવામાં આવ્યો હતો. નનકાના સાહિબ જિલ્લા પોલીસ અધિકારી અસીમ ઇફ્તિખારે સોમવારે કહ્યું હતું કે વિવિધ મોબાઇલ વિડિયોમાં અને CCTV ક્લિપના માધ્યમથી સંદિગ્ધોની ઓળખની પ્રક્રિયામાં અત્યાર સુધી અમે 75થી વધુ સંદિગ્ધોની ધરપકડ કરી છે.

તેમણે કહ્યું હતું કે વારિસની નૃશંસ હત્યામાં એક ધાર્મિક સંગઠનના કાર્યકર્તા પણ સામેલ હતા. આ ભીડે તેનાં કપડાં ફાડી નાખ્યાં હતાં અને તેને રસ્તા પર લાવીને તેની મારપીટ કરીને હત્યા કરી દીધી હતી. એક અન્ય વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે TLP કાર્યકર્તા લોકોને ભડકાવવા અને ભીડનું નેતૃત્વ કરવામાં સામેલ હતા. તેમણે કહ્યું હતું કે ધરપકડ કરવામાં આ લોકો TLPના કમસે કમ 10 સભ્યો સામેલ હતા. બાકીના TLP કાર્યકર્તાઓ અને એ જઘન્ય અપરાધમાં સામેલ અન્ય લોકોની ધરપકડ માટે દરોડા કરવામાં આવી રહ્યા છે.

પંજાબ પ્રાંતના નનકાના જિલ્લામાં આક્રોશિત મુસલમાનોની ભીડ પોલીસ સ્ટેશનમાં જમા થઈ હતી. આ ભીડમાં સામેલ લોકોને આ પહેલાં મસ્જિદોથી કરવામાં આવેલી ઘોષણામાં કહેવામાં આવ્યું હતું કે વારિસે ઇસ્લામના પવિત્ર પુસ્તક કુરાનની એક કોપીનું અપમાન કર્યું છે. જાઓ જઈને પોલીસ સ્ટેશનમાં જઈને તેને કબજામાં લઈ લો. ત્યાર બાદ ભીડે એ શખસની હત્યા કરી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે ઇશનિંદાના આરોપમાં પાકિસ્તાની કાયદા હેઠળ મોતની સજાની જોગવાઈ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular