Monday, May 19, 2025
Google search engine
HomeNewsInternationalજાપાનમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપઃ 10 ઘાયલ

જાપાનમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપઃ 10 ઘાયલ

ટોક્યોઃ જાપાનમાં દક્ષિણી-પશ્ચિમી અને પશ્ચિમી જાપાનમાં ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. આ શક્તિશાળી ભૂકંપમાં 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભૂકંપનું કેન્દ્ર ક્યુશુ દ્વીપની પાસે શનિવાર સવારે આશરે 1.08 કલાકે (શુક્રવારે આશરે 16.08 GMT) આવ્યો હતો, જેનું કેન્દ્ર 40 કિલોમીટર (24.8 માઇલ)ની ઊંડાઈએ હતું, એમ જાપાન હવામાન વિભાગે જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી સુનામીની કોઈ ચેતવણી જારી નથી કરવામાં આવી. આ ભૂકંપની આંચકા ઘણા તીવ્ર હતા અને ભયાનક રીતે અનુભવવામાં આવ્યા હતા.મિયાઝાકી, કોચ્ચી અને કુમામોટોના પ્રાંતોમાં જાપાનના સાત બિંદુ ભૂકંપની તીવ્રતા પાંચ કલાક સુધી નોંધવામાં આવી હતી, એમ ક્યોટો સમાચાર એજન્સી કહ્યું હતું.

અહેવાલ અનુસાર મિયાઝાકીમાં ચાર લોકોને ભૂકંપના આંચકાને કારણે ઇજા થઈ હતી તો ઓઇતા પ્રાંતમાં કમસે કમ છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે આમાંથી મોટા ભાગના લોકોને મામૂલી ઇજા થઈ હતી. બીજી બાજુ સાગા અને કુમામોટો પ્રાંતમાં કોઈ પણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી. જોકે આ ભૂકંપને કારણે ઘાયલોની સંખ્યાની પૂરેપરી માહિતી નથી મળી.

જાપાનમાં ભૂકંપ આવવો એ કોઈ નવી વાત નથી, કેમ કે જાપાન પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર પર સ્થિત છે.  અહીં છની તીવ્રતા અને તેનાથી વધુ તીવ્રતાના બૂકંપ આવવા સામાન્ય વાત છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular