Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsInternationalઓસ્ટ્રેલિયામાં ચેનેસ તટે ફસાયેલી 51 વ્હેલ માછલીઓનાં મોત

ઓસ્ટ્રેલિયામાં ચેનેસ તટે ફસાયેલી 51 વ્હેલ માછલીઓનાં મોત

સિડનીઃ પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના દક્ષિણ-પશ્ચિમમાં ચેનેસ તટ પર રાતથી ફસાયેલી 51 વ્હેલ માછલીનાં મોત થયાં છે. રાજ્યના જૈવ વિવિધતા, સંરક્ષણ અને આકર્ષણ વિભાગ (DBCA)એ પુષ્ટિ કરતાં કહ્યું હતું કે પાર્ક અને વન્યજીવ સેવા કર્મચારીઓ દિવસ દરમ્યાન બાકીની 46 વ્હેલ માછલીઓને ઊંડા પાણીમાં લાવવાના પ્રયાસ કરવા માટે રજિસ્ટર્ડ સ્વયંસેવકો અને અન્ય સંગઠનોની સાથે ભાગીદારીમાં કામ કરી રહ્યા છે. એણે જનતાથી સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખતાં સમુદ્ર કિનારાથી દૂર રહેવાનો આગ્રહ કર્યો છે.

ચેનસ બીચ કારવા પાર્કેં ઉલ્લેખ કર્યો હતો કે DBCA દ્વારા એક ઘટના મેનેજમેન્ટ ટીમની સ્થાપના કરવામાં આવી છે. પાર્કે સોશિયલ મિડિયા પર કહ્યું હતું કે DBCAના અનુભવી કર્મચારીઓને હાલમાં તહેનાત કરવામાં આવી રહ્યા છે, જેમાં પર્થ પ્રાણી સંગ્રહાલયના ડોક્ટર અને સમુદ્રી જીવ વિશેષજ્ઞ, જહાજો અને સ્લિંગ સહિત વિશેષ ઉપકરણોની સાથે સામેલ છે.

DBCAને રિપોર્ટ મળ્યો હતો કે લાંબા પાંખવાળા પાઇલટ વ્હેલનું એક મોટું ઝુંડ ચેનેસની વચ્ચે આશરે 150 મીટર એકત્ર થયું છે. પશ્ચિમી ઓસ્ટ્રેલિયાની રાજ્ય સરકારે મોટા પાયે વ્હેલ ફસાયાની ઘટનાને કારણે શાર્ક એલર્ટ જારી કરવામાં આવ્યું હતું, કેમ કે સંભવિત મૃત અને ઘાયલ શાર્કને કિનારે આવવા માટે આકર્ષિત કરી શકે છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular