Thursday, May 22, 2025
Google search engine
HomeNewsInternationalરોગચાળાને લીધે 30-લાખ બાળકો DTP-1નો ડોઝ ચૂક્યાઃ WHO

રોગચાળાને લીધે 30-લાખ બાળકો DTP-1નો ડોઝ ચૂક્યાઃ WHO

જિનિવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કહ્યું હતું કે ભારતમાં 30 લાખથી વધુ બાળકો વર્ષ 2020માં ડિપ્થેરિયા-ટિટનસ પર્ટુસિસ (DTP) સંયુક્ત રસીનો પહેલો ડોઝ નથી લાગ્યો. વર્ષ 2019ની તુલનામાં વિશ્વભરમાં 35 લાખથી વધુ બાળકોને DTP-1ની રસીનો પહેલો ડોઝ પણ નથી મળ્યો, જ્યારે 30 લાખથી વધુ બાળકો ઓરીનો પહેલો ડોઝ ચૂકી ગયા હતા.

વાસ્તવમાં DTP રસી બાળકોનેત્રણ સંક્રમક રોગોથી બચાવવામાં મદદ કરે છે. રસી લેવાથી ડિપ્થેરિયા, પર્ટુસિસ અને ટેટનસ થવાનું જોખમ ઓછું થઈ જાય છે. WHOએ અને યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સઇમર્જન્સી ફંડ (UNICEF)એ જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ વર્ષ 2019ની સરખામણીએ 2020માં ભારતમાં DTPનો પહેલો ડોઝ ન મેળવતાં બાળકોની સંખ્યામાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે.

વર્ષ 2019માં 1,403,000ની તુલનાએ દેશમાં 3,038,000 જેટલાં બાળકોએ DTP-1નો પ્રથમ ડોઝ નહોતો મળ્યો. મધ્યમ આવક ધરાવતાં દેશોમાં અસુરક્ષિતતા ધરાવતાં બાળકોની સંખ્યામાં વધારો થયો હતો- એટલે કે અનેક બાળકો રસીના ડોઝ ચૂકી ગયાં હતાં. ભારતે ખાસ કરીને DTP-1 રસીકરણમાં 91 ટકાથી ઘટીને 85 ટકા થયું હતું- મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

વિશ્વમાં 2020માં આશરે 2.3 કરોડ બાળકો રસીકરણની સર્વિસમાંથી પ્રાથમિક રસી ચૂકી ગયાં હતાં, કેમ કે કોરોના રોગચાળાએ વિશ્વમાં બાળપણમાં લેવાતી રસીકરણની પ્રક્રિયાને અસર કરી હતી. વર્ષ દરમ્યાન 1.7 કરોડ બાળકોએ એક પણ રસીનો પહેલો ડોઝે નહોતો મેળવ્યો.

 

 

 

COVID19,Indian Children, First DTP-1 Vaccine,  2020, WHO,  Diphtheria, Pertussis,Tetanus,

30 lakh children missed DTP-1 due to epidemic: WHO

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular