Thursday, May 29, 2025
Google search engine
HomeNewsInternationalમેક્સિકોમાં પુલ તૂટવાથી 23નાં મોત, 70 લોકો ઘાયલ

મેક્સિકોમાં પુલ તૂટવાથી 23નાં મોત, 70 લોકો ઘાયલ

મેક્સિકો સિટીઃ મેકિસકોના પાટનગરમાં સોમવારે એક પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના સોમવારે રાત્રે મેટ્રો લાઇન પર થઈ હતી, જ્યારે પુલ પરથી મેટ્રો ટ્રેન પસાર થઈ રહી હતી. આ દુર્ઘટનામાં 23 લોકોનાં મોત થયાં હતાં અને 70 લોકો ઇજાગ્રાસ્ત થયા હતા, એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. આ ઘટનાસ્થળે પહોંચેલાં મેયર ક્લાઉડિયા શિનબૌમે જણાવ્યું હતું કે પુલનો થાંભલો તૂટવાથી આ દુર્ઘટના બની હતી. આ થાંભલો તૂટવાથી પુલનો હિસ્સો રસ્તા પર તૂટી પડ્યો હતો, જેનાથી કાટમાળમાં કેટલીય કારો દબાઈ ગઈ હતી.

આ દુર્ઘટનાનાં કારણોને જાહેર કરવા માટે એની તપાસ કરવામાં આવશે, જે દુર્ઘટના બની છે, એનાથી અમને બહુ દુઃખ છે, એમ તેમણે કહ્યું હતું. એક મેટ્રો લાઇન-12માં મેટ્રોની કેટલીક ગાડીઓ કેટલાય મીટરથી ઘસડાઈ હતી અને એકબીજા સાથે ટકરાઈ હતી, સોશિયલ મિડિયા પરના વિડિયોમાં એ જોવા મળી રહ્યું છે. આ ઘટના સ્થાનિક સમય અનુસાર રાતે સાડા 10 કલાકે થઈ હતી. આ દુર્ઘટના પછી રાહત બચાવ કાર્ય જારી છે.

પ્રારંભિક તપાસમાં માલૂમ પડ્યું છે કે પુલના હિસ્સામાં નીચે રસ્તો આપવા દરમ્યાન આ દુર્ઘટના બની હતી, એમ તેમણે કહ્યું હતું. આ લાઇન બનાવવામાં કેટલાય પ્રકારના ભ્રષ્ટાચારના  આરોપ લાગ્યા છે. આ લાઇન 12નું ઉદઘાટન લાંબા સમય પછી વર્ષ 2014માં થયું હતું અને મારામત માટે મહિનાઓ સુધી અહીં સેવાઓ બંધ રાખવી પડી હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular