Sunday, July 20, 2025
Google search engine
HomeNewsInternationalરશિયન આક્રમણથી યૂક્રેનમાં અત્યારસુધીમાં 142 બાળકોનાં મરણ

રશિયન આક્રમણથી યૂક્રેનમાં અત્યારસુધીમાં 142 બાળકોનાં મરણ

સંયુક્ત રાષ્ટ્ર (UN): સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ જણાવ્યું છે કે રશિયાએ તેના પડોશી દેશ યૂક્રેન પર આક્રમણ કર્યાને આજે 6 અઠવાડિયા વીતી ગયા છે. રશિયાના હુમલાઓને કારણે અત્યાર સુધીમાં યૂક્રેનમાં 142 બાળકો માર્યા ગયા છે અને 229 જણ ઘાયલ થયાં છે.

યૂએન સંસ્થાની એજન્સી યૂનિસેફ ઈમર્જન્સી પ્રોગ્રામ્સના ડાયરેક્ટર મેન્યુએલ ફોન્ટેને યૂએન સુરક્ષા પરિષદની બેઠકમાં જાણકારી આપી હતી કે યૂક્રેનમાં કુલ સંખ્યામાંથી આશરે બે-તૃતિયાંશ ભાગનાં બાળકો 24 ફેબ્રુઆરીએ રશિયાએ આક્રમણ શરૂ કર્યા બાદ એમનું ઘર છોડીને ભાગી ગયાં છે. હું યૂક્રેનમાં હાથ ધરેલા એક મિશન પરથી હાલમાં જ પાછો ફર્યો હતો. માનવતાવાદી કાર્યો અંગેની મારી 31 વર્ષ લાંબી કારકિર્દીમાં મેં આટલું બધું નુકસાન અગાઉ ક્યારેય જોયું નથી. યૂક્રેનમાં હાલ જે બાળકો એમનાં ઘરમાં રહે છે એમની સંખ્યા આશરે 32 લાખ હશે. એમને પણ પૂરતું ભોજન મળતું નથી. રશિયન દળોએ પાણી સપ્લાઈ અને વીજળી સપ્લાઈના કેન્દ્રો ઉપર બોમ્બમારો કર્યો છે. એને કારણે લાખો લોકોને પાણી પણ મળતું નથી. કેટલાંકને મળે છે, પણ મર્યાદિત પ્રમાણમાં.

https://twitter.com/UNICEFmedia/status/1513527388172439559?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1513527388172439559%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fworld%2F142-ukrainian-children-killed-229-injured-so-far-nearly-two-third-have-fled-homes-after-russian-invasion-un-2452904.html

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular