Saturday, May 17, 2025
Google search engine
HomeNewsInternationalજ્યોર્જિયાના રેસ્ટોરાંમાં 12 લોકોના શંકાસ્પદ મોત, તપાસનો ધમધમાટ શરૂ

જ્યોર્જિયાના રેસ્ટોરાંમાં 12 લોકોના શંકાસ્પદ મોત, તપાસનો ધમધમાટ શરૂ

જ્યોર્જિયામાં ભારતીય રેસ્ટોરાંમાંથી 12 જેટલાં લોકોના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આ હોટેલ ગુડાઉરી સ્કી રિસોર્ટ નામે ઓળખાય છે. મળી આવેલ મૃતકોમાં 11 વિદેશી જ્યારે અન્ય 1 જ્યોર્જિયન નાગરિક હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પર્યાપ્ત માહિતી પ્રમાણે આ દુર્ઘટના કાર્બન મોનોક્સાઇડના ઝેરના કારણે થઈ હોવાની સંકા છે. આ મામલે જ્યોર્જિયન પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે.

સૂત્રો હવાલાથી મળતી જાણકારી પ્રમાણે રેસ્ટોરાંના બીજા માળેથી 12 લોકોના મૃતદેહો મળી આવ્યા હતા જ્યાં આ લોકોના સુવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. એવી માહિતી છે કે મૃતકો રેસ્ટોરાંના સ્ટાફના સભ્યો જ હતા. જોકે તપાસમાં જાણવા મળ્યું કે મૃતકોના મૃતદેહો પર કોઈ શોષણ કે ઈજાના નિશાન નહોતા. જ્યોર્જિયાના આંતરિક મંત્રાલયે જ્યોર્જિયાના ક્રિમિનલ કોડની કલમ 116 હેઠળ ફોજદારી તપાસ શરૂ કરી છે, જે બેદરકારીને કારણે થતા મૃત્યુને સંબોધે છે.

પ્રારંભિક ધોરણે જનરેટરનો ઉપયોગ કરતી વખતે શોર્ટ સર્કિટમાં આ લોકોનો મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. કારણે, ઘરમાં બેડની નજીક રાખવામાં આવેલી જનરેટરની સ્વિચ ચાલુ હતી. પોલીસ ફોરેન્સિક સ્પેશિયાલિસ્ટની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક પોલીસ ફોરેન્સિક ટીમ સાથે મળી મોતનો કોયડો ઉકેલવા પ્રયાસ કરી રહી છે. પ્રારંભિક ધોરણે જણાવ્યું હતું કે, રૂમમાં જનરેટર માટે મર્યાદિત જગ્યા હોવાથી કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધ્યું હતું. જેના લીધે રૂમમાં ઝેરી વાયુ પ્રસરતાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી રિસોર્ટની સુરક્ષા મુદ્દે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ઓછી જગ્યામાં જનરેટરનો ઉપયોગ જોખમી હોવા છતાં રિસોર્ટમાં જનરેટર લગાવાયા હતા. જ્યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રીએ આ કોયડો ઝડપથી ઉકેલવા આદેશ આપ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular