Saturday, July 5, 2025
Google search engine
HomeNewsNationalડાબોડીમાં હોય છે આ ખૂબીઓ, ગાંધીજી અને બરાક ઓબામા સહિતના જીનિયસ...

ડાબોડીમાં હોય છે આ ખૂબીઓ, ગાંધીજી અને બરાક ઓબામા સહિતના જીનિયસ…

દર વર્ષે 13 ઓગસ્ટના રોજ ઈન્ટરનેશન લેફ્ટ હેન્ડર્સ ડે ઉજવવામાં આવે છે. ડાબા હાથથી કામ કરનારા લોકોને ડાબોડી કહેવામાં આવે છે. દુનિયાભરમાં લગભગ 15 ટકા લોકો એવા છે જે ડાબા હાથે કામ કરે છે. બાકીના 84 ટકા લોકો તેમના જમણા હાથનો જ ઉપયોગ કરે છે. જ્યારે લગભગ 1 ટકા લોકો એવા છે જે ડાબા અને જમણા બંને હાથથી સમાન કામ કરે છે.

અમેરિકન જર્નલ ઑફ સાયકોલોજીમાં પ્રકાશિત થયેલા એક સંશોધન મુજબ ડાબા હાથના લોકોમાં એવા ઘણા ગુણ હોય છે જે તેમને અન્ય કરતા અલગ બનાવે છે. આવા લોકોને લેફ્ટી અથવા ખાબ્બુ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ડાબા હાથના લોકોમાં લેખન, સંગીત, કલા, આર્કિટેક્ટ અને ગણિતશાસ્ત્રી જેવા સારા ગુણો હોય છે.

આ સેલિબ્રિટીઓ લેફ્ટ હેન્ડર્સ

દુનિયાભરમાં ઘણી એવી મહાન હસ્તીઓ છે જે ડાબાડી છે. અહિંસાનો પાઠ ભણાવનાર મહાત્મા ગાંધીનો પણ આમાં સમાવેશ થાય છે. ડાબા હાથની પ્રતિભાઓની યાદીમાં લિયોનાર્ડો દા વિન્સી, વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સ, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા, બિલ ક્લિન્ટન, રોનાલ્ડ રીગન, યુકેના ભૂતપૂર્વ પીએમ ડેવિડ કેમેરોન, સ્ટીવ ફોર્બ્સ, જુલિયા રોબર્ટ્સ, ઓપ્રાહ વિન્ફ્રે, હેનરી ફોર્ડ, બેન્જામિન ફ્રેન્કલિન જેવા લોકોનો સમાવેશ થાય છે. ગુરુત્વાકર્ષણનો નિયમ સમજાવનાર આઇઝેક ન્યૂટન પણ ડાબોડી હતા. આ સેલિબ્રિટીઓએ પોતાની બુદ્ધિમત્તાના આધારે એક ખાસ ઓળખ બનાવી છે.

આ અભિનેતા ડાબોડી છે

કોમેડીના બાદશાહ ચાર્લી ચેપ્લિન પણ ડાબોડી હતા. બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, હોલીવુડ અભિનેત્રી એન્જેલિના જોલી, કરણ જોહર, અભિષેક બચ્ચન, સોનાક્ષી સિંહા, આદિત્ય રોય કપૂર, કપિલ શર્મા અને સની લિયોન પણ લેફ્ટી છે.

આ ખેલાડી પણ લેફ્ટી છે

સચિન તેંડુલકર, ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી, શિખર ધવન, યુવરાજ સિંહ જેવા ક્રિકેટ ખેલાડીઓ ડાબોડી છે. આ સિવાય ટેનિસ ખેલાડી રાફેલ નડાલ પણ તેના ડાબા હાથથી રમે છે. જોકે નડાલ શરૂઆતમાં તેના સીધા હાથથી રમતા હતાં, પરંતુ બાદમાં તેણે તેના ડાબા હાથથી રમવાનું શરૂ કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular