Monday, May 19, 2025
Google search engine
HomeNewsInternationalટ્રમ્પની મદદના ઇનકાર પછી બાંગ્લાદેશમાં મોંધવારી વધવાની શક્યતા

ટ્રમ્પની મદદના ઇનકાર પછી બાંગ્લાદેશમાં મોંધવારી વધવાની શક્યતા

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વચગાળા સરકારમાં ચીફ એડવાઇઝર મોહમ્મદ યુનુસ મોટી મુસ્કેલીમાં ફસાઈ ગયા છે, કેમ કે અમેરિકી સરકારે બાંગ્લાદેશને અપાતી બધા પ્રકારની મદદ પર 26 જાન્યુઆરીએ અટકાવી દીધી છે. આવામાં દેશની આર્થિક સ્થિતિ ખરાબ થવાની શક્યતા છે. દેશમાં મોંઘવારી બધા રેકોર્ડ તોડે એવી શક્યતા છે, જેનાથી 17 કરોડ દેશવાસીઓ પર સીધી અસર થશે, એમ અહેવાલ કહે છે.

બાંગ્લાદેશનું આર્થિક મોડલ ખરાબ રીતે ફેલ થઈ ચૂક્યું છે. વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ 2024-25 માટે બાંગ્લાદેશ માટે GDP ગ્રોથનો અંદાજ 0.1  ટકા ઘટાડીને 5.7 ટકા કર્યો છે. હાલ મોંઘવારી દર 12 ટકા છે. અમેરિકી મદદ બંધ થવાથી બાંગ્લાદેશની મુસીબતોમાં વધારો થવાની સંભાવના છે.

ઢાકાના કરવાન બજાર, મીરપુર અને કાઝીપુર જેવાં મુખ્ય બજારોમાં ચોખાની લગભગ બધી જાતોની કિંમતોમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં કિલોદીઠ 6-8 ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશમાં સતત મોંગવારીમાં વધારો થઈ રહ્યો છે. જેથી સરકારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક બજારમાં ખાણીપીણીની સપ્લાય ચેઇનનો વહીવટ સરકાર કરી નથી. જેથી કિંમતોમાં વધારાને કાબૂ લેવામાં સરકાર અસમર્થ રહી છે.

આ સાથે ભારતે ડિસેમ્બર, 2024માં પડોશી પહેલાનની નીતિને આધારે બાંગ્લાદેશને 50,000 ટન ચોખાનો જથ્થો પૂરો પાડ્યો હતો, પણ તેમ છતાં ચોખાની કિંમતોમાં વધારો જારી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular