Sunday, November 2, 2025
Google search engine
HomeNewsInternationalબાંગ્લાદેશમાં હિંસા બાદ ભારત એલર્ટ

બાંગ્લાદેશમાં હિંસા બાદ ભારત એલર્ટ

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. નોકરીમાં અનામત નાબૂદ કરવા અને વડા પ્રધાન શેખ હસીના અને શાસક પક્ષના સમર્થકોના રાજીનામાની માગણી કરતા વિરોધીઓ વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં 19 પોલીસકર્મીઓ સહિત 100 થી વધુ લોકો માર્યા ગયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સમગ્ર દેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે દેશભરમાં સેના તૈનાત છે.


બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બીએસએફ ડીજી પણ કોલકાતા પહોંચી ગયા છે.

રવિવારે વિરોધ હિંસક બન્યો હતો

સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી ચાલી રહેલ વિદ્યાર્થીઓનો વિરોધ રવિવારે હિંસક બન્યો હતો. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે હવે તેમની એકમાત્ર માંગ પીએમ શેખ હસીનાનું રાજીનામું છે બાંગ્લાદેશના અગ્રણી અખબાર પ્રથમ આલોએ કહ્યું કે દેશભરમાં અથડામણ, ગોળીબાર અને જવાબી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા છે. પોલીસ હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર દેશભરમાં 14 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. જેમાંથી 13ના મોત સિરાજગંજના ઇનાયતપુરના આ જ પોલીસ સ્ટેશનમાં થયા હતા. લગભગ 300 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular