Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsInternationalઅવળચંડુ કેનેડા, ભારત પર ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો

અવળચંડુ કેનેડા, ભારત પર ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો

કેનેડા તેની હરકતોથી બચી રહ્યું નથી. તેઓ ભારતને બદનામ કરવાના નિષ્ફળ પ્રયાસો કરતા રહે છે. ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જર પર હત્યાનો આરોપ લગાવ્યા બાદ કેનેડાને શરમનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તેણે ભારત પર નવો આરોપ લગાવ્યો છે. કેનેડાએ પોતાના દેશની ચૂંટણીમાં ભારતીય દખલગીરીનો આરોપ લગાવીને નવો વિવાદ સર્જ્યો છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડાને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, ભારત સરકારની નીતિ અન્ય દેશોની લોકતાંત્રિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાની નથી. જ્યારે કેનેડા પોતે ભારતના આંતરિક મામલામાં દખલ કરી રહ્યું છે.

FI પ્રવૃત્તિઓમાં ભારતની સંડોવણીનો આરોપ

ગ્લોબલ ન્યૂઝ આઉટલેટના તાજેતરના દસ્તાવેજને ટાંકીને, ભારતને ‘ચિંતાનો વિષય’ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. આ રિપોર્ટ કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ભારત પર ગંભીર આરોપ લગાવતા કહેવામાં આવ્યું હતું કે, FI (વિદેશી હસ્તક્ષેપ) પ્રવૃત્તિઓમાં ભારતની સંડોવણી જણાવવામાં આવી હતી.

ભારતે તમામ આરોપોને ફગાવી દીધા હતા

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલે કહ્યું કે તેમણે મીડિયા રિપોર્ટ્સ જોયા છે. કેનેડિયન કમિશન વિદેશી હસ્તક્ષેપ કેસની તપાસ કરી રહ્યું છે. ભારતે કેનેડા દ્વારા કરવામાં આવેલા આવા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને એમ પણ કહ્યું છે કે તે તેને સખત રીતે ફગાવી દેશે.

ભારત આ મુદ્દો કેનેડાના અધિકારીઓ સમક્ષ ઉઠાવતું રહ્યું છે

આનો પુનરોચ્ચાર કરતાં પ્રવક્તાએ કહ્યું કે, ભારત સરકારની નીતિ અન્ય દેશોની લોકતાંત્રિક પ્રક્રિયામાં દખલગીરી કરવાની નથી. વાસ્તવિકતા એ છે કે તેનાથી વિપરિત, કેનેડા ભારતના આંતરિક મામલામાં દખલ કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ બધાને ધ્યાનમાં રાખીને ભારતે સતત કેનેડિયન અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને અસરકારક રીતે તેમની સાથે ભારતની ચિંતા વ્યક્ત કરી છે. રજૂઆત કરવા પણ કહેવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular