Friday, July 25, 2025
Google search engine
HomeNewsGujaratસ્વતંત્રતા દિવસ 2023, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ ખાતે કર્યું ધ્વજવંદન

સ્વતંત્રતા દિવસ 2023, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ ખાતે કર્યું ધ્વજવંદન

આજે દેશભરમાં 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ વર્ષે રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વલસાડ ખાતે થઈ હતી. અહીં મુખ્યમંત્રીએ 77માં સ્વસંત્રતા દિવસે ધ્વજવંદન કર્યું હતું. મુખ્યમંત્રીએ આજે વલસાડ તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર ધ્વજવંદન કર્યું હતું. સાથે જ પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ પહેલા મુખ્યમંત્રીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 77માં સ્વાતંત્ર્ય દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ..! આજના રાષ્ટ્રીય પર્વે માતૃભૂમિનું ગૌરવ વધારવા અને અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં આપણું શ્રેષ્ઠ યોગદાન આપવા સંકલ્પબદ્ધ થઈએ.

આ સાથે જ મુખ્યમંત્રીએ વલસાડને અંદાજે 138 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. જેમાં અંદાજે એકસો કરોડના કામોનું ઈ-ખાતમુહૂર્ત અને 37.80 કરોડના કામોનું ઈ-લોકાર્પણ કર્યું. જે અંતર્ગત આજે મુખ્યમંત્રીએ એકસો લોકો એક સાથે બેસીને વાંચી શકે તેવા 1 કરોડ 44 લાખના ખર્ચે તૈયાર થયેલ પુસ્તકાલય કમ રીડિંગ સેન્ટર સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular