Friday, May 23, 2025
Google search engine
HomeNewsIND vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 153 રનનો ટાર્ગેટ આપ્યો

IND vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 153 રનનો ટાર્ગેટ આપ્યો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 મેચ ગુયાનામાં રમાઈ રહી છે. પાંચ મેચોની શ્રેણીની પ્રથમ મેચ વેસ્ટ ઈન્ડિઝે જીતી હતી અને ટીમ ઈન્ડિયા બીજી મેચ જીતીને શ્રેણીમાં 1-1થી બરાબરી કરવા ઈચ્છશે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે 152 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ સાત વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા છે અને વેસ્ટ ઈન્ડિઝ સામે 153 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા 150 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શકી ન હતી. આવી સ્થિતિમાં વેસ્ટ ઈન્ડિઝ માટે પણ આ લક્ષ્ય આસાન નહીં હોય. ગુયાનાની ધીમી પીચ પર રન બનાવવા સરળ નથી અને ભારતીય ટીમના ત્રણ સ્પિન બોલર વેસ્ટ ઈન્ડિઝને મુશ્કેલીમાં મૂકી શકે છે.

 

આ મેચમાં ભારત તરફથી તિલક વર્માએ સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 27 અને હાર્દિક પંડ્યાએ 24 રનનું યોગદાન આપ્યું હતું. અક્ષર પટેલે 14 રન બનાવ્યા હતા. આ ચાર સિવાય કોઈ ભારતીય બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular