Monday, May 19, 2025
Google search engine
HomeNewsIND vs WI: સતત બે મેચ હાર્યા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા થયા...

IND vs WI: સતત બે મેચ હાર્યા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા થયા ગુસ્સે

ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામે સતત બીજી T20માં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રિનિદાદમાં રમાયેલી પ્રથમ ટી20માં વિન્ડીઝે ચાર રનથી અને ગુયાનામાં રમાયેલી બીજી ટી20માં બે વિકેટે જીત મેળવી હતી. આ હાર બાદ ટીમ ઈન્ડિયાની તૈયારીઓ પર સવાલો ઉઠી રહ્યા છે. વાસ્તવમાં 2024માં T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની કો-હોસ્ટિંગમાં રમાવાનો છે. આ સીરીઝને ટીમ ઈન્ડિયાની તૈયારી તરીકે જોવામાં આવી રહી હતી. હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ બેટ્સમેનો પર પ્રહારો કર્યા હતા. બીજી T20 બાદ કેપ્ટન હાર્દિકે કહ્યું- જો હું ઈમાનદારીથી કહું તો અમારું બેટિંગ પ્રદર્શન સારું નહોતું. અમે વધુ સારી બેટિંગ કરી શક્યા હોત. 160+ અથવા 170 સારો કુલ હોત. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો જે રીતે બેટિંગ કરી રહ્યા છે તે જોતા સ્પિનરોને રોટેટ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. નિકોલસ પૂરને જે રીતે બેટિંગ કરી, તેણે રમતને ઘણી હદ સુધી વેસ્ટ ઈન્ડિઝની તરફેણમાં ફેરવી દીધી.

હાર્દિકે કહ્યું- વર્તમાન ટીમ કોમ્બિનેશન સાથે અમારે ટોચના સાત બેટ્સમેન પર વિશ્વાસ રાખવો પડશે કે તેઓ સારું પ્રદર્શન કરશે. ઉપરાંત, તમારે એવી અપેક્ષા રાખવી જોઈએ કે બોલરો તમને મેચો જીતાડશે. અમારી પાસે યોગ્ય ટીમ સંતુલન છે તેની ખાતરી કરવા માટે અમારે માર્ગો શોધવા પડશે, પરંતુ તે જ સમયે બેટ્સમેનોએ વધુ જવાબદારી લેવાની જરૂર છે.

હાર્દિકે તિલક વર્માના વખાણ કર્યા હતા. તેણે કહ્યું- ડાબા હાથના બેટ્સમેનના ચોથા નંબર પર આવવાથી આપણને વિવિધતા મળે છે. એવું લાગતું નથી કે આ તેની બીજી આંતરરાષ્ટ્રીય મેચ હતી. બીજી T20માં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 18.5 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. સિરીઝની ત્રીજી T20 8 ઓગસ્ટે પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular