Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsIND vs SL: ભારતે ત્રીજી ODI 317 રને જીતી રચી દીધો ઈતિહાસ,...

IND vs SL: ભારતે ત્રીજી ODI 317 રને જીતી રચી દીધો ઈતિહાસ, સિરીઝ પર કર્યો કબ્જો

ટીમ ઈન્ડિયાએ તિરુવનંતપુરમમાં રમાયેલી ત્રીજી ODIમાં ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડે 317 રને જીતી લીધી છે. આ સાથે જ ભારતના નામે હવે ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવવાનો રેકોર્ડ બની ગયો છે.

ટીમ ઈન્ડિયાએ પ્રથમ રમત બાદ વિરાટ કોહલીના અણનમ 166 અને શુભમન ગિલના 116 રનની મદદથી 50 ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 73 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, શ્રીલંકાની માત્ર 9 વિકેટ પડી હતી, કારણ કે તેમનો એક ખેલાડી ઈજાગ્રસ્ત હતો, તેથી ટીમને ઓલઆઉટ ગણવામાં આવી હતી. ODI ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત છે. આ પહેલા ન્યૂઝીલેન્ડે 2008માં આયર્લેન્ડ સામે 290 રનથી જીત મેળવી હતી.

કોહલીએ વનડેમાં 46મી સદી ફટકારી હતી

આ પહેલા વિરાટ કોહલીની 110 બોલમાં અણનમ 166 રનની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 390 રન બનાવ્યા હતા. ભારત તરફથી કોહલી ઉપરાંત શુભમન ગિલે પણ સદી ફટકારી હતી. જ્યાં કોહલીએ 13 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ ગિલે 14 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 42 અને શ્રેયસ અય્યરે 38 રન બનાવ્યા હતા.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular