Saturday, May 17, 2025
Google search engine
HomeNewsભારતે રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવ્યું

ભારતે રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવ્યું

IND vs SA મેચ રિપોર્ટ: ભારતે ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 208 રન જ બનાવી શકી હતી. આ રીતે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે 11 રને જીત મેળવી હતી. આ જીત પછી ભારતીય ટીમ 4 T20 મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે. દક્ષિણ આફ્રિકા માટે માર્કો જેન્સને 17 બોલમાં 54 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ટીમને હારથી બચાવી શક્યો નહોતો. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ સિવાય હેનરિક ક્લાસને 22 બોલમાં 41 રનનું યોગદાન આપ્યું હતું.

માર્કો જેન્સેન અને હેનરિક ક્લાસેનની તોફાની ઇનિંગ્સ

ભારતના 219 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાને 27 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો હતો. દક્ષિણ આફ્રિકાનો ઓપનર રેયાન રિકલટન 15 બોલમાં 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે રીઝા હેનરિક્સે 13 બોલમાં 21 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરમે 18 બોલમાં 29 રનની ઇનિંગ રમી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સ 12 બોલમાં 12 રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. આ પછી હેનરિક ક્લાસને 22 બોલમાં 41 રન બનાવ્યા. હેનરિક ક્લાસને અર્શદીપ સિંહે આઉટ કર્યો હતો.

ભારતીય બોલરોની વાત કરીએ તો અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર હતો. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 37 રન આપીને 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. વરુણ ચક્રવર્તીને 2 સફળતા મળી. આ સિવાય હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી.

તિલક વર્મા અને અભિષેક શર્માની તોફાની ઇનિંગ્સ

આ પહેલા દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા હતા. ભારત તરફથી તિલક વર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તિલક વર્મા 56 બોલમાં 107 રન બનાવીને નોટઆઉટ પાછો ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. ભારતના ઓપનર અભિષેક શર્માએ 25 બોલમાં 50 રન બનાવ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular