Thursday, May 29, 2025
Google search engine
HomeNewsGujaratશાંતિ એશિયાટિક સ્કૂલના ACમાં બ્લાસ્ટ, મોકડ્રીલમાં ખપાવતા વાલીઓનો હોબાળો

શાંતિ એશિયાટિક સ્કૂલના ACમાં બ્લાસ્ટ, મોકડ્રીલમાં ખપાવતા વાલીઓનો હોબાળો

અમદાવાદ: અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગને મોકડ્રીલમાં ખપાવીને સમગ્ર મામલા પર પડદો પાડવા પ્રયત્નો કરવામાં આવ્યો હોવાનો આરોપ ખુદ વાલીઓએ લગાવ્યો છે. સમગ્ર મામલે વાલીઓનું ટોળું સ્કૂલમાં પહોંચી ગયું હતું અને સ્કૂલમાં સેફ્ટીના મુદ્દાને લઇને હોબાળો મચાવ્યો હતો.બનાવની વાત કરવામાં આવે તો ગુરૂવારે સવારે શેલાની શાંતિ એશિયાટિક સ્કૂલના ક્લાસરૂમના ACમાં ધુમાડો નીકળતા વિદ્યાર્થીઓ ડરી ગયા હતા. જેથી સ્કૂલ સ્ટાફ તેમને હોલમાં લઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં વાલીઓએ સ્કૂલમાં પહોંચીને વિદ્યાર્થીઓની સેફ્ટીને લઇને સવાલો કર્યા હતા. વાલીઓના જણાવ્યા અનુસાર શાળાના બીજા માળે અને બેઝમેન્ટમાં આગ લાગી હતી અને જે જગ્યા પર આગ લાગી હતી તે જગ્યા પર કલર કરી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ સ્કૂલમાં ઇમરજન્સી એક્ઝિટનું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ સ્કૂલ સંચાલકો દ્વારા સમગ્ર ઘટનાને એક મોકડ્રીલમાં ખપાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. કારણ કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા મોકડ્રીલ અંગે વાલીઓને કોઇપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી.વાલીઓ ડાયેક્ટરની ચેમ્બરમાં ઘૂસી જઇને હોબાળો મચાવતાં મહિલા પોલીસ સહિતનો સ્ટાફ સ્કૂલમાં દોડી આવ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પહેલાં સીસીટીવી બતાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સ્ટાફ ઓછો હોવાનું અને સીસીટીવી એક્સસ ન હોવાનું કહીને આનાકાની કરવામાં આવી હતી. પરંતુ વાલીઓ દ્વારા ઉગ્ર હોબાળો કરવામાં આવતાં સંચાલકો દ્વારા 5 વ્યક્તિઓને સીસીટીવી બતાવવા માટે સહમતિ દર્શાવી હતી. જોકે વાલીઓની માંગ હતી કે જો મોકડ્રીલ હતી તો સીસીટીવીને સ્કૂલના મેદાનમાં પ્રોજેક્ટર લગાવીને જાહેરમાં બતાવવામાં આવે. આખરે સંચાલકો વાલીઓની માંગ સામે ઝૂક્યા હતા અને સીસીટીવી જાહેરમાં બતાવ્યા હતા.  સંચાલકો દ્વારા જાહેરમાં વાલીઓને સીસીટીવી ફૂટેજ બતાવ્યા બાદ વાલીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને સ્કૂલ માથે લીધી હતી. વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અધૂરા સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા છે. આ મોકડ્રીલ નહી પરંતુ રીતસરની આગ લાગી હોવાનો બનાવ છે. જો આ મોકડ્રીલ હતી તો ફાયર બ્રિગેડ અને ડી.ઓ સ્ટાફ કેમ હાજર ન હતો. વાલીઓના આવાં અનેક સવાલોના જવાબ હજુ સુધી શાળા પ્રશાસન આપી શક્યું નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular