Saturday, May 17, 2025
Google search engine
HomeNewsICCનો ઐતિહાસિક નિર્ણય, મહિલાઓને પણ પુરૂષોની જેટલી જ ઈનામની રકમ મળશે

ICCનો ઐતિહાસિક નિર્ણય, મહિલાઓને પણ પુરૂષોની જેટલી જ ઈનામની રકમ મળશે

ડરબનમાં ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની ICC વાર્ષિક કોન્ફરન્સમાં મહિલા અને પુરુષોની ICC ઈવેન્ટને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલા ક્રિકેટને નવી ગતિ આપવા માટે, ICCએ હવે પુરૂષોની ઈવેન્ટમાં મળતી ઈનામી રકમની જેમ જ મહિલા ઈવેન્ટ્સમાં પણ ઈનામી રકમ આપવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ICCના આ નિર્ણય અંગે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે.

અત્યાર સુધી મહિલાઓને ICC ઈવેન્ટ્સમાં પુરૂષોની સરખામણીમાં સમાન ઈનામની રકમ મળતી નહોતી. હવે વર્ષ 2030 સુધીમાં આ વસ્તુને સમાન બનાવી દેવામાં આવશે. હવે ODI, T20 અને અન્ય ICC ટૂર્નામેન્ટ જે પુરુષો અને મહિલાઓમાં રમાય છે તેમાં સમાન ઈનામી રકમ જોવા મળશે.

આ નિર્ણય અંગે ICCના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ કહ્યું કે અમારા માટે આ એક મોટો અને ઐતિહાસિક નિર્ણય છે અને મને ખુશી છે કે હવે ICC ઈવેન્ટ્સમાં પુરુષ અને મહિલા ખેલાડીઓને સમાન ઈનામી રકમ મળશે. 2017 થી, અમે સમાન ઈનામની રકમ સુધી પહોંચવા પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને દર વર્ષે મહિલાઓની ઈવેન્ટ્સમાં ઈનામની રકમમાં વધારો કર્યો છે.

બીસીસીઆઈના સચિવ જય શાહે ખુશી વ્યક્ત કરી હતી

આ ઐતિહાસિક નિર્ણય અંગે બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી કે હું આ નિર્ણયથી ખૂબ જ ખુશ છું, હવે પુરૂષ અને મહિલા ટીમો વચ્ચેનો ભેદભાવ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે. બંને ટીમ હવે સાથે મળીને આગળ વધી શકશે. હું આ નિર્ણય અંગે બોર્ડ સાથે સંકળાયેલા તમામ સભ્યોનો આભાર માનું છું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular