Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsGujaratજન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં હવેથી આધાર કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ માન્ય રહેશે નહીં માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ તારીખ જ માન્ય રહેશે. એક અરજદાર દ્વારા પોતાના જન્મના દાખલામાં તારીખ સુધારાની અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેને લઈને હાઇકોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને જન્મના દાખલામાં તારીખ સુધારાની અરજી ફગાવી દેતા આધાર કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ માન્ય રહેશે નહીં માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ તારીખ જ માન્ય રહેશે તેવું જાહેર કર્યું હતું.

મહત્વનું છે કે, અગાઉ વર્ષો પૂર્વે કાઢવામાં આવેલા સરકારી દસ્તાવેજોમાં ક્યારેક બધા દસ્તાવેજોમાં અરજદારની જન્મ તારીખ અલગ-અલગ દર્શાવેલી જોવા મળતી હતી. ત્યારે અમુક કિસ્સાઓમાં આધાર કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ માન્ય રાખવામાં આવતી હતી અથવા કેટલીક કચેરીઓમાં આ માન્ય રહેતું ન હતું. જેના લીધે સરકારી કર્મચારીઓ સાથે અરજદારોને ઘર્ષણ થતું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular