Thursday, May 15, 2025
Google search engine
HomeNewsEntertainmentહું આમિર ખાનને મળ્યો અને તે રડવા લાગ્યા...

હું આમિર ખાનને મળ્યો અને તે રડવા લાગ્યા…

મુંબઈ: રણબીર કપૂર બૉલિવૂડના એ સ્ટાર્સ છે તેમની ફિલ્મની સંખ્યા ભલે ઓછી હોય પણ એમના કામને ઓછું ન આંકી શકાય. એક પોડકાસ્ટમાં રણબીરે કપૂરે પોતાની અંગત અને પ્રોફેશનલ લાઈફને લઈ ઘણી વાતો શેર કરી હતી. આ જ કડીમાં તેમણે આમિર ખાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રણબીર ભાગ્યે જ મીડિયા સામે આવે છે. તાજેતરમાં તેમણે એક પોડકાસ્ટમાં અનેક વાતો કરી હતી. આમિર ખાનનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે આમિર એક સમયે ખૂબ જ એકલો પડી ગયો હતો.

રણબીર કપૂરે નિખિલ કામથ સાથે પોડકાસ્ટ રેકોર્ડ કર્યું હતું. જ્યાં તેણે ઋષિ કપૂર, નીતુ સિંહ અને આલિયા ભટ્ટ વિશે પણ વાત કરી. આ પોડકાસ્ટમાંથી રણબીર કપૂરની એક ક્લિપ પણ વાયરલ થઈ રહી છે. જેમાં રણબીર આમિર ખાન વિશે વાત કરતા જોવા મળે છે. રણબીર કહે છે કે ” મિ. આમિર ખાન. જ્યારે હું તેમને બે વર્ષ પહેલા મળ્યો ત્યારે તેની આંખોમાં આંસુ હતા. મેં પૂછ્યું શું થયું. તેણે મને કહ્યું,’મેં મારા જીવનના 30 વર્ષ ઈન્ડસ્ટ્રીમાં વિતાવ્યા.અને જો મારે કોઈની સાથે કોઈ સંબંધ હોય તો તે માત્ર જનતા સાથે છે. મારે મારા બાળકો સાથે કોઈ સંબંધ નથી, મારી માતા સાથે કોઈ સંબંધ નથી. મારી પત્ની સાથે નહીં (જે હવે તેની ભૂતપૂર્વ પત્ની છે) આપણો વ્યવસાય આવો છે. તે તમારી પાસેથી આ જ બલિદાન માંગે છે. તમારે બધું દાવ પર લગાવવું પડશે. તેથી, આ ક્ષેત્રમાં કામ કરતી દરેક વ્યક્તિને સંતુલનની જરૂર છે. રીલ અને વાસ્તવિક જીવનનું સંતુલન. તમારે ફક્ત તમારી મહત્વાકાંક્ષાને અનુસરવી જોઈએ નહીં.’

રણબીર કપૂરે જણાવ્યું કે તેણે 16 વર્ષમાં 20 ફિલ્મો આપી છે. તેણે એમ પણ કહ્યું કે આટલા વર્ષોમાં તેણે જે કામ કર્યું છે તેનાથી તે ખૂબ જ ખુશ છે. પરંતુ આ માટે તેણે ઘણું બલિદાન પણ આપ્યું છે. બાળપણની મિત્રતાનું બલિદાન આપ્યું. હું ઘરે રહેવાનું બહુ મિસ કરતો હતો. જાણે મારી પાસે જીવન જ નહોતું. હું ફિલ્મના સેટ પર રહેતો હતો અથવા તો ફિલ્મની તૈયારી કરતો રહ્યો.

અભિનેતાએ કહ્યું કે તે જે પરિવારમાંથી આવે છે તેમાં ઘણા સફળ કલાકારો છે. તેણે પરિવારમાં ઘણી સફળતા જોઈ છે. પરંતુ ઘણી નિષ્ફળતાઓ પણ જોઈ છે. વેલ,રણબીર કપૂરની છેલ્લી રિલીઝ સંદીપ રેડ્ડી વાંગા સાથેની ‘એનિમલ’ હતી. હવે તે નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં કામ કરી રહ્યો છે. જેમાં તે શ્રી રામનું પાત્ર ભજવશે. આ ફિલ્મમાં તેની સાથે સાઈ પલ્લવી પણ હશે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular