Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsBusinessHMDના આગામી મિશનનો ભાગ બનવા માટે હું આતુર છું: જિમી શેરગિલ

HMDના આગામી મિશનનો ભાગ બનવા માટે હું આતુર છું: જિમી શેરગિલ

નવી દિલ્હીઃ હ્યુમન મોબાઇલ ડિવાઇસે આજે પ્રખ્યાત અભિનેતા જિમી શેરગિલ સાથે તેની સફળ ભાગીદારીને રિન્યુ કરવાની જાહેરાત કરી છે, જેને પગલે દેશમાં HMDના ફીચર ફોન પોર્ટફોલિયોના ચહેરા તરીકેની તેમની ભૂમિકાને લંબાવવામાં આવી છે. દેશભરના ગ્રાહકો સાથે મજબૂત સબંધ જોડવામાં ‘ખૂબ ચલેગા’ ઝુંબેશની નોંધપાત્ર સફળતાને પગલે કરારની મુદત વધારવામાં આવી છે.

જિમી શેરગિલનું વિશ્વસનીય વ્યક્તિત્વ લાખો ભારતીયોને વિશ્વસનીય અને ઇનોવેટિવ મોબાઇલ ફોન પહોંચાડવાની HMDની પ્રતિબદ્ધતા સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે એવું પ્રારંભિક ભાગીદારીમાં સ્થપાયેલા મજબૂત પાયાને આધારે આ કરાર રિન્યુ કરવામાં આવ્યો છે. આ ભાગીદારીની મુદત લંબાવવા અંગે ટિપ્પણી કરતાં HMD ઇન્ડિયા અને APACના CEO અને VP રવિ કુંવરે જણાવ્યું હતું કે અમને જિમી શેરગિલ સાથેના અમારી ભાગીદારીની મુદત લંબાવવાનો આનંદ છે. પ્રેક્ષકો સાથેના તેમના અધિકૃત જોડાણ અને વિશ્વસનીય અભિનયે અમારી બ્રાન્ડના સંદેશ અને ઇનોવેશનની વાતનો લોકોમાં વ્યાપ વધાર્યો છે. તેમનાં મૂલ્યો અને સ્વીકાર્યપણું ટેક્નોલોજીને દરેક માટે સુલભ બનાવવાના હ્યુમન મોબાઇલ ડિવાઇસના સ્વપ્ન સાથે એકદમ પૂરક છે.

જિમી શેરગિલે ભાગીદારીના રિન્યુઅલ અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું હતું કે હ્યુમન મોબાઇલ ડિવાઇસિસ સાથેની મારી સફર શાનદાર રહી છે અને અમારું પહેલું અભિયાન ખૂબ જ સફળ રહ્યું છે. હું આ સંબંધ ચાલુ રાખવા માટે ઉત્સાહિત છું. ગુણવત્તા અને વિશ્વસનીયતા માટેની બ્રાન્ડની પ્રતિબદ્ધતા મારા પોતાના સિદ્ધાંતો સાથે સુસંગત છે. હું HMDના આગામી મિશનનો ભાગ બનવા માટે આતુર છું.

આ કરારની મુદત લંબાયા પછી HMDના સંખ્યાબંધ ફીચર ફોન માટે વિવિધ પ્લેટફોર્મ પર આગામી ઝુંબેશમાં જિમી શેરગિલ જોવા મળશે. આ ભાગીદારી લક્ષિત ગ્રાહકો પ્રેક્ષકો સુધી પહોંચવા અને અનેકવિધ પ્રોડક્ટ અંગે જાગૃતિ ફેલાવવા માટેની HMDની વૈવિધ્યસભર માર્કેટિંગનો એક ભાગ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular