Saturday, July 12, 2025
Google search engine
HomeNewsEntertainmentકામ માટે હજી પણ દોડી રહ્યો છું: અમિતાભ બચ્ચન

કામ માટે હજી પણ દોડી રહ્યો છું: અમિતાભ બચ્ચન

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન થોડાક શબ્દોમાં ઊંડી વાતો કહેવા માટે જાણીતા છે અને તેમના આ શબ્દો માત્ર ચાહકોના હૃદયને સ્પર્શે છે એટલું જ નહીં પણ તેમનામાં મનમાં સોંસરવા ઉતરી જાય છે. ઘણા ચાહકો તો અભિનેતાના શબ્દોને સૂચન તરીકે લે છે. આજકાલ, અભિનેતાઓ સોશિયલ મીડિયા પર જીવનના પાઠ આપી રહ્યાં છે. હાલમાં જ તેણે એક પોસ્ટ શેર કરી છે જે બધાનું ધ્યાન ખેંચી રહી છે. વીડિયો શેર કરતી વખતે અમિતાભે જે કહ્યું તેને કોઈ નજરઅંદાજ કરી શકશે નહીં. તમને જણાવીએ કે અમિતાભ બચ્ચને ચાહકોને શું કહ્યું.

(Photo: IANS)

અમિતાભે એક ઊંડી વાત કહી

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે અમિતાભ બચ્ચન પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં દોડતા જોવા મળે છે. આ વિડીયો તેની એક જૂની ફિલ્મનો છે. વીડિયોમાં તે એકદમ ઉર્જા અને ઉત્સાહથી ભરેલા જોવા મળી રહ્યા છે. આ વીડિયોના જોડાણમાં જ અન્ય એક વીડિયો શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં અમિતાભ બચ્ચને લખ્યું છે કે,’હજુ પણ કામ માટે દોડી રહ્યો છું.’આ વીડિયો જોયા પછી લોકોની પ્રતિક્રિયા જોવા જેવી છે.ઘણા લોકો કહે છે કે આ ઉંમરે પણ અમિતાભ ખૂબ જ જિંદાદિલ છે અને નવું શીખવાનું ચૂકતા નથી. તે આજે પણ પોતાના અસરકારક પાત્રોથી લોકોના દિલ જીતે છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

લોકોની પ્રતિક્રિયા

અમિતાભ બચ્ચનની આ પોસ્ટથી રણવીર સિંહ સહિત ઘણા લોકોને આશ્ચર્ય થયું છે. અમિતાભના આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા રણવીર સિંહે લખ્યું, ‘ધ સિગ્નેચર રનિંગ સ્ટાઇલ.’ અમિતાભે આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘ડોન’ના બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઉપયોગ કર્યો છે અને હવે ‘ડોન 3’માં રણવીર સિંહ લીડ રોલમાં જોવા મળશે. હેર સ્ટાઈલિસ્ટ આલીમ હકીમે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. એક સામાન્ય યુઝરે લખ્યું કે, ‘બિગ બીમાં હજુ પણ પહેલા જેવો જ ઉત્સાહ છે.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘શું અમિતાભને પણ કામ માંગવા જવું પડે છે?’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘અમિતાભને ચાહકોનું દિલ જીતવાની આદત પડી ગઈ છે.’

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન છેલ્લે ‘કલ્કી 2898 એડી’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અમિતાભે અશ્વત્થામાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેના પાત્રને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું હતું. હવે ટૂંક સમયમાં જ અભિનેતા ફરી એકવાર ‘કૌન બનેગા કરોડપતિ’ના હોસ્ટ તરીકે ટીવી સ્ક્રીન પર પાછા ફરવા માટે તૈયાર છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular