Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યમાં કેટલાં અને કયા દિવસે છે હિટવેવની આગાહી?

રાજ્યમાં કેટલાં અને કયા દિવસે છે હિટવેવની આગાહી?

અમદાવાદ: રાજ્યમાં હાલ બેવડી ઋતુ અહેસાર થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. તો ક્યાં અંગ દાઝાળતા ગરમી જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વાર તારીખ 19થી 30 જૂન સુધીમાં રાજ્યમાં સત્તાવાર ચોમાસું બેસવાની આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે આ પહેલા રાજ્યમાં પર બે વાવાઝોડાના સંકટની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં હજુ પણ હિટવેવનો માર ગુજરાતીઓને સહન કરવો પડે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે ગુજરાતના 6 જિલ્લાઓમાં હિટવેવ વોર્નિંગ જાહેર કરી છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 4 દિવસ ખૂબ આકરી ગરમી પડશે. હાલના તાપમાન કરતા 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. આ ઉપરાંત, અમદાવાદમાં પણ 4 દિવસ સુધી ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતના 6 જિલ્લાઓમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં, દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં હિટવેવનો માર પડી શકે છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ, જેમાં પોરબંદર, દ્વારકા, ભાવનગર, કચ્છમાં હિટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે ગરમી પડી શકવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે, દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાઈ શકે છે.

રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમ-ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ થઈ શકે છે. જણાવી દઈએ કે, રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પણ પડી ચુક્યો છે. ત્યારે આજથી વરસાદ એક અઠવાડિયા માટે વિરામ લઈ શકવાની પણ આગાહી સામે આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular