Monday, September 29, 2025
Google search engine
HomeNewsNationalગૃહ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય, હવે પ્રાદેશિક ભાષાઓમાં લેવાશે કોન્સ્ટેબલ પરીક્ષા

ગૃહ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય, હવે પ્રાદેશિક ભાષાઓમાં લેવાશે કોન્સ્ટેબલ પરીક્ષા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક ઐતિહાસિક નિર્ણયમાં, ગૃહ મંત્રાલયે હિન્દી અને અંગ્રેજી સિવાય 13 પ્રાદેશિક ભાષાઓમાં CAPF માટે કોન્સ્ટેબલ (GJ) પરીક્ષા યોજવાની મંજૂરી આપી છે. CAPFમાં સ્થાનિક યુવાનોની ભાગીદારી વધારવા અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહિત કરવા ગૃહ પ્રધાન અમિત શાહની પહેલ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 આ નિર્ણય અનુસાર, હિન્દી અને અંગ્રેજી સિવાય, આસામી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ, ઓડિયા, ઉર્દૂ, પંજાબી, મણિપુરી અને કોંકણીમાં પ્રશ્નપત્ર સેટ કરવામાં આવશે. આ હેઠળ, લાખો ઉમેદવારો તેમની માતૃભાષા અને પ્રાદેશિક ભાષામાં પરીક્ષા આપી શકશે, જેનાથી તેમની પસંદગીની તકો વધી જશે.

હિન્દી-અંગ્રેજી ઉપરાંત આ પ્રાદેશિક ભાષાઓમાં પેપર તૈયાર કરવામાં આવશે

  1. આસામી
  2. બંગાળી
  3. ગુજરાતી
  4. મરાઠી
  5. મલયાલમ
  6. કન્નડ
  7. તમિલ
  8. તેલુગુ
  9. ઓડિયા
  10. ઉર્દુ
  11. પંજાબી
  12. મણિપુરી
  13. કોંકણી

માતૃભાષામાં પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરવામાં આવશે

કોન્સ્ટેબલ (GD) એ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવામાં આવતી મુખ્ય પરીક્ષાઓમાંની એક છે, જેમાં દેશભરમાંથી લાખો ઉમેદવારો પરીક્ષા આપે છે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, 13 પ્રાદેશિક ભાષાઓમાં 01 જાન્યુઆરી, 2024 થી પરીક્ષા લેવામાં આવશે. આ નિર્ણય પછી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાજ્ય/યુટી સરકારો સ્થાનિક યુવાનોને તેમની માતૃભાષામાં પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular