Tuesday, August 5, 2025
Google search engine
HomeNewsEntertainmentઅભિનેત્રી આરોહી પટેલ અને તત્સત મુનશી લગ્નના બંધનમાં બંધાયા

અભિનેત્રી આરોહી પટેલ અને તત્સત મુનશી લગ્નના બંધનમાં બંધાયા

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા મલ્હાર ઠાકર બાદ હવે અભિનેત્રી આરોહી પટેલ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. લવની ભવાઈ ફેમ આરોહી પટેલે અભિનેતા તત્સત મુનશી સાથે લગ્ન કર્યા છે. ઉદયપુરમાં આયોજિત ડેસ્ટિનેશન વેડિંગમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારો સામેલ થયા હતાં. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે લગ્નની ફોટોઝ શેર કરી છે.

રાજસ્થાનના રમણીય શહેર ઉદયપુરમાં રાજવી ઠાઠમાઠ સાથે આરોહી પટેલ અને તત્સત મુનશીએ લગન્ના એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. અગાઉ સોશિયલ મીડિયા પર તેમના પ્રિ-વેડિંગ ફંક્શનની તસવીરો પણ સામે આવી હતી. ન્યુલી વેડ્સ કપલ મલ્હાર ઠાકર અને પુજા જોષી પણ લગ્નમાં સામેલ થવા ઉદયપુર પહોંચ્યા હતાં. અભિનેત્રી ઈશા કંસારા, મિત્ર ગઢવી, નૈત્રી ત્રિવેદી, યશ સોની સહિત અનેક કલાકારોએ પ્રસંગમાં હાજરી આપી હતી.

અભિનેત્રી આરોહી પટેલે સોશિયલ મીડિયા પર ભવ્ય લગ્નની તસવીરો શેર કરી છે. વ્હાઈટ સાડી અને રેડ બ્લાઉઝમાં સિમ્પલ લૂકમાં આરોહી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. જ્યારે તત્સત મુનશી પણ વ્હાઈટ શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો છે. બંનેએ લગ્નની તસવીર શેર કરતાં લખ્યું છે કે,’પ્યાર દોસ્તી હૈ’.

લગ્નની વિધિ પહેલા અમદાવાદમાં તત્સત મુનશીના ઘરે સંગીત નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નામી કલાકારો સામેલ થયા હતાં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular