Monday, July 14, 2025
Google search engine
HomeNewsGujaratSWACના એરફોર્સ સ્ટેશનો પર યોગ દિવસની ઉજવણી

SWACના એરફોર્સ સ્ટેશનો પર યોગ દિવસની ઉજવણી

સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ(SWAC)હેઠળના તમામ એરફોર્સ સ્ટેશનો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 11 ડિસેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ અપનાવવામાં આવ્યો હતો. ત્યારથી સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) હેઠળના તમામ એરફોર્સ સ્ટેશનો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે 21 જૂન 2023 ના રોજ  પણ પૂરા ઉત્સાહ સાથે યોગ દિવસ ઉજવવામાં આવ્યો. જેમાં તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોએ ભાગ લીધો હતો.

નોંધનીય છે કે આયુષ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ યોગ અને ધ્યાન સત્ર હાથ ધરવામાં આવ્યું હતું. યોગ સત્રમાં વિવિધ આસનો જેવા કે સ્ટ્રેચિંગ, સ્ટેન્ડિંગ, સિટિંગ, પ્રોન, સુપિન, બ્રિથ્રીંગ એક્સેસાઇઝ  અને ધ્યાનનો સમાવેશ થાય છે.  બીના રાવત અને તેમની ટીમ દ્વારા યોગ સંકલ્પ કરીને ઉજવણીનું  સમાપન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular