Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsGujaratRTO ટેકનિકલ ઓફિસરોના વિરોધ બાદ કામકાજ પુનઃ શરૂ, અરજદારોને રાહત

RTO ટેકનિકલ ઓફિસરોના વિરોધ બાદ કામકાજ પુનઃ શરૂ, અરજદારોને રાહત

અમદાવાદ: ગુજરાતમાં RTOના મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટના ટેકનિરલ ઓફિસ એસોસિયેશન દ્વારા ઘણી પડતર મગોને લઈ વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. આ સાથે કાલથી ગુજરાતભરમાં ગઈકાલથી કામ કાજ ઠપ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. તમામ RTO પર અવાર નવાર ટેકનિકલ એરરને લઈ કામકાજ બંધ થતું હોય, ત્યારે ગઈકાલથી કર્મચારી વિરોધના પગલે કામકાજ ઠપ જોવા મળ્યું હતું. પરંતુ RTOના મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટનાં ટેકનિકલ ઓફિસર એસોસિયેશનના પ્રશ્નોનો ઉકેલવાની સરકાર તરફથી બાયંધરી અપાતા ઓફિસરો કામ પર પરત ફર્યા છે. આજે બપોરે 12 વાગ્યા બાદ જે અરજદારોએ એપોઈન્ટમેન્ટ લીધેલી હશે તેઓની કામગીરી આજથી જ રાબેતા મુજબ થશે.

ટેક્નિકલ ઓફિસર સોમવારે ‘નો લોગિન ડે’ અભિયાન સાથે કામગીરીથી અળગા રહેતા એપોઈન્ટમેન્ટ લઈને આવેલા અરજદારો પરેશાન થયા હતા. આજે પણ તમામ ઓફિસરોએ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. જો કે, ત્યારબાદ સરકારે પ્રશ્નોનો ઉકેલ લાવવા બાયંધરી અપાતા તમામ ઓફિસર કામ પર પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે દોઢ દિવસમાં અમદાવાદ આરટીઓ કચેરીમાં 400થી વધુ અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ટેસ્ટ ન આપી શક્યા. વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં પણ 200 થી વધુ લોકોએ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ન આપી શક્યા ટેસ્ટ 12 વાગ્યા પછીની તમામ અપોઈન્ટમેન્ટ પર અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular