Monday, May 26, 2025
Google search engine
HomeNewsGujaratસોમનાથ ટ્રસ્ટ દ્વારા થઇ રહી છે અદભૂત સહાય

સોમનાથ ટ્રસ્ટ દ્વારા થઇ રહી છે અદભૂત સહાય

અમદાવાદઃ કોરોનાની મહામારીએ વિશ્વને જ્યારે આખાને મુશ્કેલીમાં મુક્યું છે ત્યારે વહિવટી તંત્ર પણ આ મહામારીને પહોંચી વળવા અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ટ્રસ્ટ ધાર્મિક કાર્યો સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે વહિવટી તંત્રને આ કટોકટી વખતે સહભાગી થવા સતત પ્રયત્નશીલ રહે છે.  લીલાવતી અતિથિ ગૃહ હાલ ક્વોરન્ટાઇન માટે ફાળવવામાં આવ્યું છે.

આ સિવાય ઓરીસ્સાના ૮૦ લોકો, મધ્યપ્રદેશના ૨૦ લોકો,  આંતર રાજ્ય શ્રમીકો ૨૦ લોકો, ૨૦ લોકો ક્વોરન્ટાઇન આ તમામની આવાસ ભોજનની વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવી રહી છે. સાથે જ વેરાવળ પાટણના સ્લમ વિસ્તારોમાં સામાજીક સંસ્થાઓની મદદથી ફુડ પેકેટ વિતરણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સહુ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે,કોરોના વાઇરસની મહામારીથી  તમારી જાતને બચાવો, તમારા કુટુંબને બચાવો, સરકારી સૂચનાઓને ગંભીરતાથી અનુસરો. અને ઘરમાં જ રહો. સેનીટાઇઝરનો દર કલાકે ઉપયોગ કરો, અને આવશ્યક બહાર જવુ પડે તો મોઢા પર માસ્ક પહેરીને જ જશો તેમજ બીજાથી એક ફુટનુ અંતર રાખીને જ ઉભા રહેશો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular