Wednesday, August 6, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યમાં ઠંડીની શરૂઆત સાથે, જાણો ક્યું શહેર બન્યું સૌથી ઠંડુ

રાજ્યમાં ઠંડીની શરૂઆત સાથે, જાણો ક્યું શહેર બન્યું સૌથી ઠંડુ

ગુજરાતમાં વિધિવત રિતે ચોમાસાએ વિદાય લીધી છે અને શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. પરંતુ હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડી અનુભય થાય છે, તો દિવસ દરમિયાન ગરમી પડી રહી છે. હવામાન વિભાગ અનુસાર,શુક્રવારે રાજ્યનું લઘુતમ તપામાન 20.7 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત હવામાન વિભાગ અનુસાર 25મી ઓક્ટોબરના ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન 20.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

આપને જણાવી દઈએ કે રાજ્યમાં ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ અને થોડ જ દીવસોમાં રાજ્યમાં ઠંડી જોર ધીમે ધીમે વધશે. ત્યારે હવામાન વિભાગે શહેરોની ઠંડીને લઈ જાણકારી આપી હતી જે પ્રમાણે ગઈકાલે 25 ઓક્ટોબરના રાજ્યનું સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં 20.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કંડલા પોર્ટ પર 26.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ શુક્રવારે 26.3 ડિગ્રીથી લઈને 20.5 ડિગ્રી લઘુતમ તપામાન રહ્યું હતું. આ ઉપરાંત હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં લોકોએ ફરી ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી અનુસાર, દાના વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વર્તાશે. આહવા, વલસાડ, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ દાના વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે. 70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી કરી છે. 26મી ઓક્ટોબર સુધી દાના વાવાઝોડાની અસર જોવા મળી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular