Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsGujaratહાઇકોર્ટના ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં લડીશું: ચાવડા

હાઇકોર્ટના ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં લડીશું: ચાવડા

અમદાવાદઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અરજી પર હાઇકોર્ટે આપેલા ચુકાદા પર પ્રતિક્રિયા આપતાં પાર્ટીના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ચુકાદાની વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી સુપ્રીમ કોર્ટમાં જશે ને કાનૂની લડાઈ લડશે. તેમણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે જ્યારથી રાહુલ ગાંધી સવાલ પૂછી રહ્યા છે- મોદીજી અને અદાણી વચ્ચે શો સંબંધ છે. 

દેશમાં મહિલાઓની વિરુદ્ધ અત્યાચાર, બળાત્કાર થઈ રહ્યા છે, દેશમાં રાહુલજીએ રોજગારી મુદ્દે સવાલ કર્યા છે, દેશની સરહદ ચીન અને પાકિસ્તાન દ્વારા કબજો કરવામાં આવી રહ્યો છે. આમ કરીને રાહુલજીનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલજીએ કહ્યું છે કે ડરો નહીં. તમે સંસદમાંથી કાઢો, ઘર ખાલી કરાવી દો, જેલમાં નાખો, પરંતુ દેશના લોકોનો અવાજ ઉઠાવવાથી મને કોઈ અટકાવી શકે. રાહુલજી એકમાત્ર એવા નેતા છે, જે દેશના લોકોની સાથે છે તેમના નેતૃત્વમાં લોકોને આશા છે, એમ કોંગ્રેસના પાર્ટીના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું.

દેશની અલગ-અલગ શહેરોની કોર્ટમાં તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ આવા કેસોમાં દરેક પ્રકારની જોગવાઈ હોવા છતાં એક પછી એક ચુકાદા એવા અપાઈ રહ્યા છે, જેનાથી લાગે છે દેશમાં લોકશાહી ખતમ કરીને તાનાશાહનું શાસન આવી ગયું છે. આ નવી આઝાદીની લડાઈ છે અને રસ્તાથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી આ લડાઈ અમે લડીશું.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular