Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratકેમ ઉજવાય છે આતંકવાદ વિરોધી દિવસ?

કેમ ઉજવાય છે આતંકવાદ વિરોધી દિવસ?

આજે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્ય તિથિ છે. જેની આપણે રાષ્ટ્રિય આતંકવાદ વિરોધ દિન તરીકે ઉજવણી કરીએ છીએ. આ દિવસ લોકોને આતંકવાદના અસામાજિક કૃત્ય વિશે જાગૃત કરે છે. આ દિવસનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સૌહાર્દને પ્રોત્સાહન આપવા, આતંકવાદને ઘટાડવા અને તમામ જાતિ, સંપ્રદાય અને લિંગના લોકોને એક કરવાનો છે.

આપને જણાવી દઈએ કે વિશ્વનો સૌથી શક્તિશાળી ગણાતો દેશ અમેરીકા પણ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલ આતંકી હુમલાનો શિકાર બન્યો હતો. જ્યારે આપણો દેશે પણ મંડાઇ હત્યાકાંડથી લઈને સંસદ ભવન અને મુંબઈની તાજ હોટલ પર થયેલ હુમલાઓ સહિતના આતંકવાદના કારમા કહેરના ભોગ બન્યો છે. બધા દેશો પોતાની રીતે આતંકી સંગઠનો પર પ્રતિબંધ મૂકે છે. ભારત સરકારે પણ 2015 સુધીમાં 40 જેટલા આતંકી સંગઠનોને ઓળખી તેના પર પ્રતિબંધ મૂકેલો છે. જેમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ, ખાલીસ્તાન કમાન્ડો ફોર્સ, ખાલીસ્તાન ઝિંદાબાદ ફોર્સ, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુઝાહિદ્દીન, ઉલ્ફા, ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ, લિબરેશન ટાઈગર ઓફ તમિલનાડુ જેવા અનેક સંગઠનો પર ભારતમાં પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

પૂર્વ PMની રાષ્ટ્રીય આતંકવાદ વિરોધ  દિવસની ઉજવણી

21મી મેના આપણે આપણા પૂર્વ PM રાજીવ ગાંધીની યાદમાં રાષ્ટ્રી આતંકવાદ વિરોધ દિવસ તરીકે ઉજવણી કરએ છીએ. 21 મે 1991ના દિવસ પર પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એક રેલીમાં ભાગ લેવા તમિલનાડુના શ્રીપેરમ્બદુર ગયા હતા. તેમની સામે એક મહિલા આવી જે આતંકવાદી જૂથ લિબરેશન ઓફ તમિલ ટાઈગર્સ ઈલમ (LTTE)ની સભ્ય હતી. તેણીના કપડા નીચે વિસ્ફોટકો હતા. તેએ PM ચરણ સ્પર્શ કરવા માટે આગળ આવ્યા જે બાદ અચાનક બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં પીએમ સહિત અન્ય 25 જેટલા લોકોના મોત થયા હતા. આ આતંકવાદી હુમાલામાં આપણે આપણા PMને ગુમાવ્યા હતા.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular