Friday, July 25, 2025
Google search engine
HomeNewsGujaratલોસ એન્જેલીસ 2050માં કેવું હશે? બૌદ્ધિકોએ યોજી ચર્ચા

લોસ એન્જેલીસ 2050માં કેવું હશે? બૌદ્ધિકોએ યોજી ચર્ચા

લોસ એન્જેલીસ: દક્ષિણપૂર્વ LA કાઉન્ટી/ગેટવે સિટીઝ પ્રદેશનાં આગેવાનોને સાંકળી લેતી LIVE ચર્ચામાં ઉપસ્થિત આર્ટેશિયાના કાઉન્સીલમેન અને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ચેરપર્સન અલી તાજે જણાવ્યું કે નક્કી કરવામાં આવ્યુ છે કે વર્ષ 2050 સુધીમાં મેટ્રો ટ્રેનને સમગ્ર પ્રદેશમાં ફરતી કરી દેવી, પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારેમાં વધારે ઉપયોગ કરવામાં આવે તો પ્રદુષણમાં પણ ઘટાડો કરી શકાય.

બિઝનેશમેન અને હોટેલિયર યોગી પટેલે જણાવ્યું કે સમગ્ર ભારતમાં સુરતનો સોલર પ્રોજેક્ટનો હિસ્સો ખૂબ મોટો છે અને લોસ એન્જેલીસમાં પણ વર્ષ 2050 સુધીમાં વીજળીના ઉપયોગ પર કાબુ મેળવીને સંપૂર્ણપણે સોલર પ્રોજેક્ટ પર ફોકસ કરવામાં આવશે. આ જ પ્રકારની કવાયતથી લોસ એન્જેલીસ મેનહટ્ટનની હરોળમાં આવી જશે.

બેન્કર અને અગ્રણી પરિમલ શાહે જણાવ્યું કે વર્ષ 2050 સુધીમાં ફોરેન સ્ટુડન્ટ અને લોકલનાં ક્રાઉડમાં વધારો થશે. હાલમાં એજ્યુકેશન લેવલ પણ એ જ રીતે સેટ કરવામાં આવી રહ્યું છે કે જેનાથી આગળ જઈને મદદ મળી શકે.

આ કાર્યક્રમમાં સેનેટર કીમ કાર , સેરીટોઝ કોલેજનાં ડીન હોઝે ફરેરો , ફાઉન્ડેશન કમિટિના ચેરપર્સન કેરોલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular