Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratકડકડતી ઠંડી માટે જોવી પડશે રાહ, જાણો હવામાન વિભાગની આગાહી

કડકડતી ઠંડી માટે જોવી પડશે રાહ, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં રાજ્ય નવેમ્બરના અંતમાં આખરે શિયાળાની શરૂઆત તો થઈ ચૂકી છે. પરંતુ હાજી પણ કેટલાક વિસ્તારમાં બેવડી ઋતુ અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગામી સાત માટે હવામાન વિભાગ પણ ઠંડીને લઈ આગાહી વ્યક્ત કરી છે. જ્યારે રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈ કાલે શનિવારે અમદાવાદમાં રાત્રીનું તાપમાન 15.4 ડિગ્રી પહોંચ્યું હતું. આજે રવિવારે રાજ્યમાં ઠંડા પવનની લહેર વર્તાઈ હતી.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી સાત દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં શુષ્ક હવામાનની સંભાવના છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં આજે રવિવારે વહેલી સવારે ઠંડા પવનની અસર વર્તાઈ હતી. બીજી તરફ, રાત્રી અને વહેલી સવારના સમયે ઠંડુ વાતાવરણ રહે છે. જેમાં 29મી નવેમ્બરની રાત્રે અમદાવાદમાં 16 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગઈ કાલે શનિવારની રાત્રે 15.4 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. આમ રાત્રીના સમયે તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે.

હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદમાં ડિસેમ્બરમાં પણ પ્રથમ આઠ દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવના નહીંવત્‌ છે. આ ઉપરાંત આગામી સાતમી ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતાં ઠંડીમાં વધારો અનુભવાશે. 20મી ડિસેમ્બર બાદ પારો 11 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. જ્યારે નલિયામાં 12.4, વડોદરામાં 13, ડીસામાં 13.8, પોરબંદરમાં 13.8, રાજકોટમાં 14.7, ગાંધીનગરમાં 15.9, ભુજમાં 16.2, સુરેન્દ્રનગરમાં 16.5, ભાવનગરમાં 17.5, દ્વારકામાં 18.5, સુરતમાં 18.8, ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફારની સંભાવના નથી. આ પછીના ચાર દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular