Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratબુલેટ ટ્રેન ચલાવવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવતા મુલાકાતીઓ   

બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવતા મુલાકાતીઓ   

ગાંધીનગરઃ   ગુજરાતના સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અનુભૂતિ આપતાં વિવિધ મોડેલ્સ અને પ્રોજેકટ મુલાકાતીઓ રસપૂર્વક નિહાળી રહ્યા છે. ખાસ કરીને ભારતની સૌપ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની માહિતી મુલાકાતીઓ મેળવી રહ્યા છે. મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોર એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પૂરઝડપે ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનના પેલિયનમાં એક સ્ટીમ્યુલેટર મૂકવામાં આવ્યું છે. જેમાં બેસીને બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવી શકાય છે.

આ ઉપરાંત ડાયમંડ આકારમાં બનનારા સુરત રેલવે સ્ટેશન,અમદાવાદ રેલવે સ્ટેશન, બોરિંગ મશીનના વિવિધ મોડેલ્સ મુલાકાતઓ રસપૂર્વક રીતે નિહાળી તેની માહિતી મેળવી રહ્યા છે. ડોમ નંબર 10માં કોડી  ટેક્નોલોજી લિમિટેડ અમદાવાદના પેવિલિયમમાં યુવાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે.

આ સ્ટોલમાં રોબર્ટનાં પાંચ મોડલ્સ મૂકવામાં આવ્યા છે .જેમાં ડેસર- સર્વિંગ રોબો,એથેલા- સિક્યુરિટી એન્ડ સર્વેલંન્સ રોબૉ, વલકન- ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ ક્લિનિંગ રોબો, ટેલોર્સ -રોબોટિક આર્મ જેવા રોબોટના મોડેલ પ્રદર્શનમાં મુકાયા છે. આ  ઉપરાંત સ્કંધ રોબોનું વર્કિંગ મોડેલ પણ જોવા મળી રહ્યું છે. ડિફેન્સ અને સ્પેસ ક્ષેત્રે કાર્ય કરવા માટે ડિઝાઇન કરેલ સ્કંધ રોબોટ પર્સનલ સેક્રેટરી બનવાની ક્ષમતા ધરાવે છે. આ રોબોટ સાથે ફોટો પડાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોલેરા સ્માર્ટ, સિટી, ધોલેરા એરપોર્ટ, ગિફ્ટ સિટી ,મેટ્રો ટ્રેન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, કંડલા સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન,એલ એન્ડ ટીના સ્ટોલ ખૂબ માહિતીસભર બની રહ્યા છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular