Wednesday, July 9, 2025
Google search engine
HomeNewsGujaratરાજકોટમાં NSUI દ્વારા CBRTનો ઉગ્ર વિરોધ પ્રદર્શન

રાજકોટમાં NSUI દ્વારા CBRTનો ઉગ્ર વિરોધ પ્રદર્શન

ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં ગોટાળા થયા આક્ષેપ સાથે રાજ્ય ભરના વિદ્યાર્થીઓમાં વિરોધના વંટાળો ઊભા થયા છે. ત્યારે આજે રાજકોટ પ્રદેશ NSUI પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ CBRT રદ કરવાની માગ કરવામાં આવી હતી. NSUIના કાર્યકરોએ કલેક્ટરની ઓફિસ બહાર વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો…હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. બાદમાં કલેક્ટર ઓફિસની અંદર જવા પ્રયાસ કરતા પોલીસ તેમને પકડ્યા હતા.

NSUIના કાર્યકરોએ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા. જ્યારે કલેક્ટરને રજૂઆત માટે માત્ર 10 વિદ્યાર્થીઓની પરમિશન આપવામાં આવતા NSUI પ્રમુખે તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી રજૂઆતનો આગ્રહ કરતા પોલીસે પ્રદેશ પ્રમુખ સહિત 6 વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રાજ્યમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે લેખિત પરીક્ષા CBRT પદ્ધતિથી એટલે કે ઓનલાઇન લેવામાં આવી હતી. ત્યાર બાદ 6,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગ્રેસિંગ બાદ માર્કમાં સુધારા વધારા થયા હતા. જો કે, તેમાં ઓછા માર્ક મેળવનારને સિલેક્ટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ કોમ્પ્યુટર આધારિત પરીક્ષામાં અલગ અલગ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પેપરો નીકળતા હોય છે. જેમાં અમુક વિદ્યાર્થીઓને સરળ તો અમુકને અઘરું પેપર હોય છે. જેને કારણે પરીક્ષાની કોઈ તટસ્થતા રહેતી નથી. જેને લઈને આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના આગેવાનો વિદ્યાર્થીઓને સાથે રાખી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular