Friday, July 18, 2025
Google search engine
HomeNewsGujaratVIDEO: સુરતમાં જનજીવન અસ્તવ્યસ્ત, ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ શરૂ..

VIDEO: સુરતમાં જનજીવન અસ્તવ્યસ્ત, ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ શરૂ..

સુરત જિલ્લામાં પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આવેલ રાજહંસ ટેક્સપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફસાયેલા કામદારોને બચાવવા રેસ્ક્યુ કામગીરી  કરવામાં આવી હતી.

સુરતના બલેશ્વર ખાતે આવેલી બત્રીસ ગંગા ખાડીમાં ઘોડાપૂરને લઈને રાજહંસ ટેક્સપાની અંદર આવેલ ઇન્ડસ્ટ્રીઝમા પૂરના પાણી ભરાયાં હતાં. રાજહંસ ટેક્સમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સૌથી વધુ મિલ આવેલી છે. મિલમાં કામ કરતા 250 થી વધુ કામદારો ને બારડોલી ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

પલસાણા વહીવટી તંત્રએ બારડોલી ફાયર વિભાગને કોલ કરી રેસ્ક્યુ કરવા માટે બોલાવ્યા હતા. ફાયર ની ટીમ દ્વારા કામદારોને રિસ્ક્યુ કરવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી. મોડી સાંજે પણ માંગરોળ અને વાંકલમાં બચાવ કામગીરી ચાલુ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular