Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratG-20 અંતર્ગત અમદાવાદમાં થશે અર્બન-20 સંમેલનનું આયોજન

G-20 અંતર્ગત અમદાવાદમાં થશે અર્બન-20 સંમેલનનું આયોજન

અમદાવાદઃ ભારત પહેલી ડિસેમ્બરથી 30 નવેમ્બર સુધી G20ની અધ્યક્ષતા કરશે. દેશના 56 શહેરોમાં 215 બેઠકોનું આયોજન કરવામાં આવશે. રાજ્યના અમદાવાદમાં G20ના અંતર્ગત અર્બન-20 સંમેલનનું આયોજન થશે. અમદાવાદમાં અર્બન-20 સંમેલનનું આયોજન ફેબ્રુઆરીથી જુલાઈની વચ્ચે થશે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં અર્બન-20ના લોગોનું અને વેબસાઇટ અને સોશિયલ મિડિયાના હેન્ડલનું ઉદઘાટન કર્યું હતું.

એક અંદાજ પ્રમાણે  2050 સુધીમાં વિશ્વની બે તૃતીયાંશ વસત શહેરોમાં વસતિ હશે. જેથી શહેરો માટે અર્બન-20 G20 જળવાયુ પરિવર્તન, સામાજિક સમાવેશ, ટકાઉ વિકાસ, વાજબી દરે નિવાસ ને શહેરના પાયાના માળખાને નાણાકીય જરૂરિયાત સહિત શહેરી વિકાસના મહત્ત્વના મુદ્દા પર ચર્ચાની સુવિધા માટે એક મંચ પ્રદાન કરે છે. G20ની કેટલીક બેઠકોનું આયોજન રાજ્યમાં કરવાનો પ્રસ્તાવ છે. G20ની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યના અમદાવાદ, સુરત અને કચ્છના રણમાં બેઠકો થશે.

G20ની બેઠકો રાજ્યમાં થવાથી અહીંના પર્યટનને પ્રોત્સાહન મળશે. વિવિધ દેશોથી આવેલા પ્રતિનિધિઓને રાજ્યની સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોને જાણવાની તક મળશે. આ સિવાય રાજ્ય પરંપરાગત ગુજરાતી વ્યજંનો, કળા, ખાનપાનનો પણ તેઓ આસ્વાદ લઈ શકશે.

G20ની બેઠકોનું આયોજન ગુજરાત પહેલાં ઉદયપુર, બેન્ગલોર અને મુંબઈમાં થઈ ચૂકી છે, જેમાં દેશ-વિદેશના પ્રતિનિધિઓને જેતે શહેરનાં ઐતિહાસિક સ્થળો અને સંસ્કૃતિને જાણવાની તક મળી હતી.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular