Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujarat'અભિવ્યક્તિ'ની ચતુર્થ-આવૃત્તિનો શુક્રવારથી વિવિધ પરફોર્મન્સ સાથે આરંભ

‘અભિવ્યક્તિ’ની ચતુર્થ-આવૃત્તિનો શુક્રવારથી વિવિધ પરફોર્મન્સ સાથે આરંભ

અમદાવાદઃ UNM ફાઉન્ડેશન દ્વારા સમર્થિત રંગારંગ ઓનગ્રાઉન્ડ ઈવેન્ટ સાથે અભિવ્યક્તિ, ધ સિટી આર્ટ પ્રોજેક્ટ્સની ચતુર્થ આવૃત્તિનો 11 નવેમ્બરના શુક્રવારથી અહીં આરંભ થઈ રહ્યો છે. આ પહેલ કલા ક્ષેત્રના ચાર વિભાગ – વિઝ્યુઅલ આર્ટ્સ, સંગીત, નૃત્ય અને રંગભૂમિમાં ગુજરાતભરની નવી પ્રતિભાઓને ઉત્તેજન આપવા માટે શરૂ કરવામાં આવી છે. 27 નવેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવમાં 27 કલાકારો 27 પરફોર્મન્સ પ્રસ્તુત કરશે.

11 નવેમ્બરે ગુજરાત યૂનિવર્સિટી કેમ્પસ સ્થિત ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે અભિનય બેંકર અને એમના સાથીઓ દ્વારા ‘હાજી કાસમ તારી વીજળી’ નામક ગુજરાતી સંગીતમઢ્યું નાટક રજૂ કરવામાં આવશે. પ્રવેશ તમામ લોકો માટે મફત છે.

તે ઉપરાંત 36 કલાકારો દ્વારા 33 વિઝ્યુઅલ આર્ટ્સ તૈયાર કરવામાં આવશે અને સ્થાપિત કરવામાં આવશે. કલાપ્રેમીઓ કાર્યક્રમની વિગત માટે આ વેબસાઈટ પર લોગ ઓન કરી શકે છેઃ www.abhivyaktiart.org

યૂએમએમ ફાઉન્ડેશનનાં ડાયરેક્ટર સપના મહેતાનું કહેવું છે કે અભિવ્યક્તિનો ઉદ્દેશ બહુવિધ કલાત્મક શૈલીઓની અભિવ્યક્તિને વર્ગીકૃત કરીને પ્રસ્તુત કરવાનો રહ્યો છે. આ મહોત્સવે 125થી પણ વધારે ઉત્કૃષ્ટ પરફોર્મન્સ તથા આર્ટવર્ક્સને આદર્શ મંચ પૂરું પાડ્યું છે. અભિવ્યક્તિ કલાકારોને એમના વિલક્ષણ કલ્પનાશક્તિનું સ્વાગત કરે છે.

કાર્યક્રમની તારીખવાર વિગત નોંધી લોઃ

Abhivyakti Schedule Final

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular